હેલો વર્લ્ડ, નર્મદે હર!
હેલો વર્લ્ડ,
નર્મદે હર!એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૧
નર્મદે હર!
નેન્સીના ઉઠવાનો સમય થયો જ હતો ને ભણકારો થયો. નેન્સી ચમકીને જાગી. આ શું?
લિન્ડાએ રૂમમાં આવી બારીનો કર્ટેઇન દુર કર્યો.
'ગુડ મોર્નિંગ! આજે ૪ માર્ચ ૨૦૮૦. સોમવાર. સિએટલમાં સવારના પાંચ વાગ્યા છે. આજે વાતાવરણ ખુશનુમા રહેશે. નેન્સી, આજનો દિવસ તારા માટે ઘણો અગત્યનો છે. આજે નવી પ્રોડક્ટનું લોન્ચ છે. દુનિયાની નજર તારી આ પ્રોડક્ટ પર છે.'
નેન્સી હળવી કસરત કરી, તૈયાર થઈને બ્રેકફાસ્ટ કરવા આવી ત્યારે બોબ ત્યાં આવી ગયો હતો.
'ગુડ મોર્નિંગ! આજ માટે કેવું એક્સાઈટમેન્ટ છે?'
'એકદમ એક્સાઈટ છું. લોન્ચ પછી વર્લ્ડ મીડિયા સાથે વાતચીત થશે તેમાં આવનારા સમયમાં આપણા શું પ્લાન્સ છે તેની વિશ્વને યોગ્ય માહિતી મળશે એવી આશા છે.'
દસ વાગે પ્રોડક્ટ લોન્ચ કરીને નેન્સીએ વર્લ્ડ મીડિયાને સંબોધન કર્યું.
'ગુડ મોર્નિંગ! આજે અમારી કંપનીએ વધુ એક સોપાન સર કર્યું છે. સ્પેસ ટેક્નોલોજી, ફાઇનાન્સ, હેલ્થ કેર, એજયુકેશન, ઑટોમેશન ઇત્યાદિ અનેક ક્ષેત્રમાં અમે ઉત્કૃષ્ટ એઆઈ પ્રોડક્ટ આપી રહ્યા છીએ. આજે ઑટોમેશનની નવી પ્રોડક્ટ આપી માનવ જીવન વધારે સરળ બનાવ્યું છે.'
નેન્સીએ નવી પ્રોડક્ટ વિષે માહિતી આપી મીડિયાને પ્રશ્નો
પૂછવા કહ્યું.
પ્રોડક્ટ વિષે ટેક્નિકલ પ્રશ્નો પૂછ્યા પછી મીડિયાએ અન્ય પ્રશ્નો પૂછ્યા.
'નેન્સી જ્યોર્જ, તમે વિશ્વના સૌથી ધનિક મહિલા અને ત્રીજા ક્રમના ધનિક વ્યક્તિ છો. આજે આ પ્રોડક્ટ આપીને તમારી સંપત્તિમાં વધારો થશે. તમે સૌથી ધનિક બનવાનો ગોલ રાખો છો?'
'અમારું ફોકસ નેટવર્થ કરતાં ટેક્નોલોજી ઉપર છે. અમે
નવી પ્રોડક્ટ આપતાં રહેશું. સંપત્તિ આપોઆપ વધતી રહેશે.'
'તમે અનેક વિશિષ્ટતા ધરાવતા હ્યુમેનોઇડનું સર્જન કરીને માનવ જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે. હ્યુમેનોઇડ લિન્ડા બાબતે તમારું શું માનવું છે?'
'લિન્ડા મારી અંગત મિત્ર બની રહી છે. એમ કહી શકાય કે મારા સ્વભાવની દરેક ખાસિયતથી અને મારી લાગણીઓથી તે વાકેફ થઈ ગઈ છે. સમયાનુસાર અમે તેને અપડેટ કરતાં રહીએ છીએ.'
'તમારી તાજેતરની સફળતાઓમાં બોબનું શું યોગદાન છે?'
'બોબ અમારી ટેક્નિકલ ટીમના હેડ તરીકે પાંચ વર્ષ પહેલાં જોડાયા પછી અમે ૨૨મી સદીને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ આપીએ છીએ. હું અને બોબ સારા મિત્રો છીએ અને સાથે જ રહીએ છીએ.'
'તમે હાલમાં જ ૬૦ વર્ષ પાર કરી ડાયમંડ જ્યુબિલી ઉજવી. હવે આગળ શું પ્રયોજન છે?'
'મારો સમય હવે જ શરૂ થાય છે. યુ વિલ સી મી ક્રિએટિંગ વન્ડર્સ.'
વિશ્વ મીડિયાએ નેન્સી જ્યોર્જને વધાવી લીધી. વિશ્વમાંથી અભિનંદનની વર્ષા થવા લાગી.
'ચાલ બોબ ગુડ નાઈટ. હું બહુ થાકી ગઈ છું.' રાતે નેન્સી થોડી વહેલી સુવા ગઈ.
નર્મદે હર!
'ઓહ! ફરી આ શું?' નેન્સી ભણકારો થતાં ચમકી પણ તરત ઊંઘી ગઈ.
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૨
નર્મદે હર!
સવારે ભણકારો થતાં નેન્સી સફાળી જાગી.
'ઓહ! ફરી આ શું?'
'શું થાય છે? કાલે રાતે પણ તેં આવું જ કર્યું હતું.' બોબને પણ નવાઈ લાગી.
'મને નર્મદે હર સંભળાતું હોય એવો ભાસ થાય છે.'
'શું? નર...'
'નર્મદે હર'
'એ શું?'
'ઇન્ડિયામાં નર્મદા નદીના વિસ્તારના લોકો આવું બોલે છે.' લિન્ડાએ રૂમમાં પ્રવેશતાં કહ્યું.
'સો સ્ટ્રેન્જ! નેન્સીને આવો ભણકારો કેમ થાય?'
'માય ડેડ'
'યોર ડેડ?'
'હા મારા ડેડ ઇન્ડિયન હતા. તેઓ આવું બોલતા.'
'ઓહ! તેં તારા ડેડ વિષે તો ક્યારેય કશું કહ્યું નથી. કદાચ કોઈ જાણતું નથી.'
'સોમેશ જોશી. મારા ડેડ સોમેશ જોશી અને મોમ લ્યુસી જ્યોર્જ એમઆઇટીમાં સાથે ભણતા હતા. પછી સાથે બિઝનેસ પણ કરતા હતા.
હું ૬ વર્ષની હતી ત્યારે મારા ડેડ મને અને મોમને છોડીને ઇન્ડિયા જતા રહ્યા અને મોન્ક બની ગયા. યુ નૉ? ઇન્ડિયામાં પત્ની અને સંતાનને છોડી મોન્ક બની જાય પછી માનવ કલ્યાણ માટે ઉપદેશ આપે તેઓ ભગવાન તરીકે પૂજાય. આઈ હેટ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન્સ.'
'તારા ડેડ વિષે તો ખબર નથી પણ તારી માન્યતા ખોટી છે. મટીરિયાલિસ્ટિક, કેપિટાલિસ્ટ લોકો વર્ધમાન અને સિદ્ધાર્થને ન જાણી શકે. એઆઈની સમજણ બહારની બાબત છે.'
'તને ઇન્ડિયાની આધ્યાત્મિક વાતોમાં રસ છે એટલે તું ભલે આમ માને પણ હું મારા પિતાને નફરત કરું છું.'
'બાળકો નાના હોય ત્યારે માતાપિતા છૂટા પડી જાય તો બાળકોનો પિતા સાથે ક્યારેય કોઈ સંબંધ રહેતો નથી એ તો સામાન્ય બાબત છે અને આવા ઘણા કિસ્સા હોય છે પરંતુ તારા જેવી વ્યક્તિ માટે નવાઈ લાગે છે. તેં ક્યારેય તારા ડેડ વિષે જાણવા કે એમનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન જ નથી કર્યો?'
'ના. મારી મોમ એવું જ કહેતી કે ડેડ અમને છોડી ઇન્ડિયામાં મોન્ક બની ગયા છે એટલે બાળપણથી જ એમના પ્રત્યે નફરત થઈ ગઈ અને મોન્કનો શું કોન્ટેક્ટ કરવો?
પણ બે દિવસ પહેલાં ઇન્ડિયાના કોઈ સોમ નર્મદા ફાઉન્ડેશનમાંથી મને મેસેજ આવ્યો કે તમારા ફાધરની કન્ડિશન સીરિઅસ છે.
આટલા વર્ષો પછી અચાનક ડેડ રિલેટેડ ન્યુઝ આવ્યા એટલે મગજ ચકરાવે ચડી ગયું. કેટલીક જૂની મેમરી રિફ્રેશ થઈ અને સબ કૉન્શ્યસ માઈન્ડમાંથી આ નર્મદે હર સંભળાય છે.'
'તો તારે એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ.'
નેન્સીએ સોમ નર્મદા ફાઉન્ડેશનમાં કૉલ કર્યો.
એક યુવાને ફોન રિસીવ કર્યો. નેન્સીને જોઈને તે એકદમ ઉત્સાહમાં આવી ગયો.
'હેલો મેમ, આયમ એકલવ્ય. તમારી શું હેલ્પ કરી શકું?'
'આ સોમ નર્મદા ફાઉન્ડેશન એ સાધુ સંન્યાસીઓનો આશ્રમ છે?'
'ના જી.'
'તો સોમેશ જોશી ત્યાં સાધુ નથી?'
'ના મેમ. તેઓ આ ફાઉન્ડેશનના સ્થાપક છે. અમે એમને ગુરુજી કહીએ છીએ.'
'મારે એમની સાથે વાત કરવી છે.'
'મેમ, ગુરુજીની તબિયત ઘણી ખરાબ છે. તેઓ પથારીવશ છે. આઈ ડાઉટ કે તેઓ વાત કરી શકે.'
'તમે વાત તો કરાવો.'
એકલવ્ય એક રૂમમાં ગયો. ૯૦ વર્ષના વૃદ્ધ સોમેશ એક પલંગ ઉપર સૂતા હતા. એકલવ્યએ એમની સામે ફોન ધર્યો.
'હેલો, હું નેન્સી.' નેન્સીએ વાત કરવા પ્રયત્ન કર્યો.
સોમેશને કાંઈ સમજાતું હોય એવું ન લાગ્યું.
'મેમ, તેઓને કોઈ ખ્યાલ નહીં આવે. તમે રૂબરૂ આવો તો કદાચ કાંઈક થઈ શકે.'
નેન્સી વિચારવા લાગી કે મોમ એવું કહેતી કે ડેડ અમને છોડી ઇન્ડિયામાં મોન્ક બની ગયા છે એટલે મેં ક્યારેય એમનો કોન્ટેક્ટ ન કર્યો પણ આઈ મસ્ટ નૉ, એમણે મને કેમ તરછોડી અને ક્યારેય મારો કોન્ટેક્ટ કેમ ન કર્યો?
'ઠીક છે. હું કાલે જ આવીશ.'
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૩
નેન્સીએ ઇન્ડિયન કોન્સ્યુલેટમાં ફોન કર્યો. ઇન્ડિયા જવા કોઈ વિઝાની જરૂર નહોતી. માત્ર પરમિશન જોઈએ.
નેન્સી જ્યોર્જને જોઇને ઓફીસર એક્સાઈટ થઈ ગયો.
'મારે કાલે ઇન્ડિયા જવું છે તેના માટે પરમિશન જોઈએ છે.'
નેન્સી જેવી વ્યક્તિ ક્યારેય ટેકનોલોજીમાં અગ્રેસર દેશ ઇન્ડિયા ગઈ નહોતી એની ઘણી વખત ચર્ચા થતી. ઇન્ડિયામાં કોઈ ઈન્વેસ્ટમેન્ટ પણ નહોતું કર્યું. પરંતુ નેન્સી કશું કળાવા નહોતી દેતી.
નેન્સીએ અચાનક ઇન્ડિયા જવાનું કહ્યું એટલે ઓફીસર અચંબામાં પડી ગયો.
'સ્યોર. આપ ક્યાં જશો?"
'ગુજરાતમાં નર્મદા ડિસ્ટ્રિક્ટ.'
ઓફીસરને એમ હતું કે પ્રાઇમ મિનિસ્ટરને કે કોઈ મોટા ઉદ્યોગપતિને મળવા જવાના હશે. તે ગૂંચવાઈ ગયો.
'કેટલા સમય માટે?'
'એક કલાક.'
ઓફીસર ચકરાવે ચડ્યો. નેન્સી જ્યોર્જ ફક્ત એક કલાક માટે નર્મદા ગુજરાત શું કામ જતા હશે? તેણે પરમિશન આપવા જરૂરી ફોર્માલિટી કરી.
નેન્સીએ એકલવ્યને જણાવ્યું કે તે કાલે છઠ્ઠીએ સાંજે એક કલાક માટે આવશે.
'તું પિતાને પંચાવન વરસ પછી મળીશ. તેઓ અત્યંત બિમાર છે તોયે ફક્ત એક કલાક માટે જ જાય છે?' બોબને બહુ નવાઈ લાગી.
'એમને મળવામાં મને કોઈ રસ નથી. મારે તો એટલું જ જાણવું છે કે મને તરછોડી કેમ ભાગી ગયા અને મારાથી કેમ દૂર રહ્યા?'
ઇન્ડિયા પહોંચવા પાંચ-છ કલાક થાય એટલે નેન્સીએ મધરાતે નીકળવાનું નક્કી કર્યું જેથી ઇન્ડિયાની સાંજે પહોંચી એક કલાકમાં પાછા ફરી બીજા દિવસે લંચ સુધીમાં આવી જવાય.
નેન્સી કામે લાગી ગઈ. સોમ નર્મદા ફાઉન્ડેશનમાંથી કૉલ આવ્યો.
'હેલો નેન્સી, હું વિવેક. સોમ નર્મદા ફાઉન્ડેશનનો અધ્યક્ષ છું. ગુરુજીએ કહ્યું હતું કે તમે કોઈ દિવસ કોન્ટેક્ટ કરો તો આ ફાઈલ આપવી. હું તમને તે મોકલું છું.'
'ભલે મોકલો પણ મને એમાં કોઈ દિલચસ્પી નથી.'
નેન્સીએ ચિકન સૂપ સાથે હળવું ડિનર લીધું અને થોડા કામ પતાવી મોડી રાતે એના ચાર્ટર્ડ પ્લેનમાં જવા નીકળી.
લિન્ડા જ પાયલોટ તરીકે નેન્સીનું પ્લેન ઉડાવતી. પ્લેન ગતિમાં આવી ગયું પછી લિન્ડાએ નેન્સીને ડ્રિન્ક સર્વ કર્યું.
નેન્સી વિચારવા લાગી કે શું કરું? મ્યુઝિક સાંભળું કે કોઈ બુક વાંચું? તેને યાદ આવ્યું કે સોમ નર્મદા ફોઉન્ડેશનના વિવેકે ડેડની ફાઈલ મોકલી છે. લાવ, જોઉં તો ખરી કે ડેડ શું કહેવા માંગે છે? એમના વિષે જાણું.
એઆઈ ટેકનોલોજીથી લખાણ હોય તેના પરથી ઓડિયો વિઝયુઅલ મળે. જે સમયગાળાનું જે સ્થળનું વર્ણન હોય તે વખતનું આબેહૂબ દ્રશ્ય દેખાય. જે વ્યક્તિઓ વિષે લખ્યું હોય તેમના ફોટો હોય તો એના પરથી તેઓ અલગ અલગ ઉંમરે કેવા દેખાતા હોય એવું એઆઈ બતાવે.
૧૯૬૦ના અમદાવાદની કોઈ પોળની ઘટના વિષે લખ્યું હોય તો તે સમયની પોળ દેખાય અને જે વ્યક્તિઓ વિષે લખ્યું હોય તેઓ પણ દેખાય. ઈતિહાસમાં રુચિ હોય તેઓ આ ટેકનોલોજીની મદદથી ઐતિહાસિક ઘટનાઓ નિહાળી શકે.
નેન્સી આ ટેકનોલોજીની મદદથી સોમેશની કોમ્પ્યુટર ફાઇલ પરથી એના જીવનની વાતો નિહાળવા લાગી.
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૪
૧૯૯૯નો ડિસેમ્બર મહિનો. ગુજરાતનું નર્મદા તટનું એક નાનું ગામ. સાંજે ગામના પાદરે ખેતરોમાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા. થોડા લોકોની અવરજવર હતી. બાળકો એક નાના મેદાનમાં રમતા હતા.
થોડા સાધુઓ ગામમાં પ્રવેશ્યા. બાળકો એમને જોઈને "નર્મદે હર" "નર્મદે હર" બૂમો પાડવા લાગ્યા. સાધુઓએ એમના દંડ ઊંચા કરી "નર્મદે હર" કહ્યું.
બાળકો દોડતા ગામમાં ગયા. નવ વર્ષનો એક ગોરો તંદુરસ્ત છોકરો એના ઘર તરફ ગયો.
'મમ્મી, મમ્મી, પરિક્રમાવાસી આવી ગયા.'
'બહુ સરસ. હવે રોજ સત્સંગનો લાભ મળશે. સોમેશ, તું લેસન પતાવી લેજે. રાતે મંદિરે જવાનું છે.'
'તમને ખબર મળ્યા ને?' સોમેશના પિતાએ ઘરમાં પ્રવેશતાં પૂછ્યું.
'હા. સોમેશે ખબર આપ્યા.'
'બેટા તું સત્તાર કાકાને કહી આવ કે મંદિરે પાથરણા મોકલાવી દે.'
'એમને ખબર હશે. અબ્દુલ અમારી સાથે જ હતો.'
પરિક્રમાવાસી સાધુઓનો ઉતારો ગામના મંદિરમાં હતો. એમને સીધું આપવામાં આવ્યું હતું. તેઓ રાંધીને ખાઈ લેતા. પરિક્રમા દરમ્યાન લગભગ રોજ પરિક્રમાવાસીઓ ગામમાં આવતા. દિવસે આવતા તેમને ભોજન પ્રસાદ, ચા પ્રસાદ અથવા સીધું આપવામાં આવતું. સાંજે આવે તેઓ રાતવાસો ગામમાં કરતા. સંખ્યા વધારે હોય તો લોકોના ઘરે પણ ઉતારો આપતા.
રાતે ભજન, સત્સંગ થતા. સાધુઓ તો દેશમાં બધે ફરતા હોય એટલે એમની પાસેથી ઘણું જાણવા મળતું. અન્ય પરિક્રમાવાસીઓ પાસેથી પણ ઘણી વાતો જાણવા મળતી.
સોમેશ તેના મમ્મી, પપ્પા સાથે મંદિરે ગયો. લગભગ આખું ગામ ત્યાં આવી ગયું હતું.
સોમેશના પિતાએ નર્મદાષ્ટક ગાયું. "ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે" આવે ત્યારે બાળકો મોટેથી "નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે" બોલતા.
'પપ્પા, પરિક્રમા વિષે કહો ને.' સવારે સોમેશે પપ્પાને કહ્યું.
'બહુ સરસ. તને પરિક્રમા વિષે જાણવાની જિજ્ઞાસા થઈ. તને ટૂંકમાં કહું.'
'નર્મદા પરિક્રમા પ્રથમ ઋષિ માર્કંડેય દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે. લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાં તેઓએ નર્મદાની પરિક્રમા કરી હતી. આ પરિક્રમા અનન્ય હતી કારણ કે તે ફક્ત નર્મદા જ નહીં પરંતુ તેમાંથી વહેતી ૯૯૯ નદીઓ અને દરેકની ઉપનદીઓમાંથી પસાર થતી હતી. પરિક્રમા પૂર્ણ કરવામાં તેમને ૪૫ વર્ષ લાગ્યા!'
'સ્કંદ પુરાણમાં નર્મદાનું વર્ણન હોવાનું કહેવાય છે. નજીકના ભૂતકાળમાં ગૌરીશંકર મહારાજે નર્મદા પરિક્રમાને પ્રખ્યાત કરી.'
'નર્મદા વિશ્વની એક માત્ર નદી છે જેની પરિક્રમા થાય છે. પરિક્રમા માટે લગભગ ૨૮૦૦ - ૩૦૦૦ કિમી ચાલવાનું થાય. પરિક્રમા ચાતુર્માસ બાદ પ્રોબોધિની એકાદશીથી શરૂ થાય છે. ૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે.'
'પરિક્રમા કરવાની પરંપરાગત રીત એ છે કે નદીની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવું, તેના સ્ત્રોતથી શરૂ કરીને અને અંતે તે જ બિંદુ પર પાછા ફરવું. પરંપરાગત રીતે નર્મદાના સ્ત્રોત સ્થાન અમરકંટકથી શરૂ કરીને ત્યાં પાછા ફરવું. અથવા કોઈપણ બિંદુ - સ્થળથી શરૂ કરીને ત્યાં પાછા ફરી શકાય છે. નદી જમણી બાજુ હોવી જોઈએ.'
'નર્મદા મહદઅંશે મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. બહુ થોડું અંતર મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં પણ થોડું અંતર છે અને ખંભાતના અખાતમાં સમુદ્રમાં ભળી જાય છે.'
'પરિક્રમા કરનારા મોટે ભાગે સાધુઓ હોય છે. મધ્યપ્રદેશના લોકો, ખાસ તો ખેડૂતો વધારે હોય છે. મહારાષ્ટ્રના લોકો - ખેડૂતો હોય છે. ગુજરાતી લોકોમાં નર્મદા તટના રહેવાસીઓ વધારે હોય છે. દેશના અન્ય પ્રદેશના લોકો પ્રમાણમાં ઓછા હોય છે.'
'આપણા કુટુંબના લગભગ બધા જ પૂર્વજોએ નર્મદા પરિક્રમા કરી છે. તારા દાદાજીએ ૧૯૭૭ થી ૧૯૮૦ દરમ્યાન પરિક્રમા પૂર્ણ કરી હતી.'
'કાલે મને દાદાજીની પરિક્રમાની વાત કરશો?'
'હા ચોક્કસ કહીશ.'
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૫
'મા નર્મદાની પરિક્રમા કરનારને પરિક્રમા માર્ગ ઉપર આવતા આશ્રમ, મંદિર, ગામમાં પૂરતી સગવડ મળી રહે છે. તેમ છતાં અગાઉના સમયમાં થોડી તકલીફ પણ થતી કારણકે બધાં ગામ સમૃદ્ધ નહોતાં. ગરીબી વધારે હતી.'
'દાદાજીએ કરેલી પરિક્રમા કઠીન હતી. ત્યારે ૩ વર્ષ, ૩ મહિના અને ૧૩ કરતાં વધારે દિવસ સુધી ઘર કુટુંબથી દૂર હોય એટલે સ્વાભાવિક છે કે ઘરનાંને ચિંતા થાય. હું પણ ચિંતામાં રહેતો પણ મા નર્મદા ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી.'
'તેઓ કોઈ શહેરમાં હોય અથવા કોઈ આશ્રમમાં હોય ત્યારે મને પત્ર લખતા અને આગળ લગભગ ક્યારે કયા સ્થળે હશે તે જણાવતા. હું પત્ર લખી તે સ્થળના સરનામે મોકલતો. એવી રીતે અમે સંપર્કમાં રહી ખબર અંતર પૂછતા.'
'મારે વેકેશન હોય તે દરમ્યાન હું અને તારી મમ્મી એમને મળવા તેઓ જે આશ્રમમાં રોકાયા હોય ત્યાં જતાં. ત્યાં સૌ સાથે સત્સંગ, ભજન, કિર્તન થતાં.'
'અગાઉ રસ્તા પણ ખરાબ હતા. કઠીન માર્ગ પર ચાલવાનું હોવાથી રોજ લાંબું અંતર ન ચાલી શકાય. ઠંડી, ગરમી પણ અસહ્ય હોય. તેઓ થાક લાગ્યો હોય કે બિમાર હોય ત્યારે કોઈ આશ્રમમાં વધારે સમય રોકાઈ જતા.'
'ક્યારેક ખાવા પીવાની અને રહેવાની પણ તકલીફ પડી જતી. પરિક્રમાવાસી માટે માર્ગ પર આવતા આશ્રમ અને મંદિર કે ધર્મશાળામાં રહેવા જમવાની સગવડ મળી રહે. જ્યારે કોઈ ગામમાં રોકાણ હોય ત્યારે ભિક્ષા લેવા જવાનું. વધુમાં વધુ પાંચ ઘરે જવાનું. લગભગ તો એકાદ ઘરેથી ભિક્ષા મળી જ રહે. કોઈક ભોજન આપે અથવા સીધું આપે તે રાંધીને જમવાનું. પાંચમાંથી એકેય ઘરેથી ભિક્ષા ન મળે તો ભૂખ્યા રહેવું પડે.'
'સમૃદ્ધ ગામ હોય તો તકલીફ ન પડે પણ ઘણા ગામમાં લોકો દારુણ ગરીબીમાં જીવતા હોય. ઘરમાં વસ્તી પણ વધારે હોય. માંડ ગુજરાન થતું હોય ત્યાં ભિક્ષામાં શું આપે? ક્યારેક બહુ જ થોડું મળે અથવા ન પણ મળે.'
'કોઈના ઘરે રાતવાસો કરવાનો હોય તો પ્રમાણમાં ખમતીધર ઘરે રોકાણ થતું. પરંતુ ક્યાંક તે શક્ય ન થાય તો ઠંડી, ગરમીમાં સહન કરવું પડે.'
'નર્મદા પરિક્રમામાં સૌથી કઠીન ભાગ શૂલપાણી ઝાડી પસાર કરવાનો છે. ગીચ ઝાડી ઉપરાંત નાની મોટી ટેકરીઓ અને ખાડા ટેકરા વાળા રસ્તાઓ હોય. ઢાળવાળા ઢોળાવ, અસમાન જમીન અને થકવી નાખનારા ચઢાણોને લીધે શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળ જોઈએ.'
'અગાઉ તો શૂલપાણી ઝાડીમાં ભીલ લોકોની પણ હેરાનગતિ હતી.'
'સોમેશ, તેં પેલી કહેવત તો સાંભળી છે ને? - કાબે અર્જુન લૂંટયો વોહી ધનુષ વોહી બાણ?'
'હા પપ્પા. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણના આશીર્વાદથી અર્જુને તેના ગાંડીવ ધનુષ વડે દુશ્મનોનો ખાતમો બોલાવી દીધો હતો. પરંતુ તે આ જ ગાંડીવ હોવા છતાં ભીલ લોકો સામે હારી ગયો હતો.'
'બરાબર. આ ભીલ લોકો શૂલપાણી ઝાડીમાં પરિક્રમાવાસીઓને લૂંટી લેતા. તેઓ તીર કામઠા સાથે સજ્જ રહેતા. પરિક્રમાવાસીઓ મોટી સંખ્યામાં એક સાથે હોય તો પણ કશું કરી શકતા નહીં. ભીલો બધું જ લૂંટી લેતા. શરીર ઉપર એક કપડું પણ ન રહેવા દે. સ્ત્રીઓને પણ ન છોડે.'
'શૂલપાણી ઝાડીમાંથી બધું જ ગુમાવીને બહાર નીકળેલો પરિક્રમાવાસી જાણે શુદ્ધ બનીને બહાર આવતો.'
'પરિક્રમાવાસીઓ શૂલપાણી ઝાડી પસાર કરતી વખતે કોઈ કિમતી ચીજો કે પૈસા ન રાખતા. બહાર આવ્યા પછી આગળના ગામમાં કપડાં અને જરૂરી વસ્તુઓ મળી રહે.'
'દાદાજીએ એક થેલામાં એક જોડી કપડાં રાખ્યાં હતાં. ચંપલ વગર ઉઘાડા પગે પરિક્રમા કરી હતી. ભીલોએ કપડાં અને ગરમ કપડાં લઈ લીધા હતા. સદભાગ્યે એમનાં પહેરેલા કપડાં અને ચશ્મા રહેવા દીધા હતા. મેં બીજા કપડાં અને ગરમ કપડાં પહોંચાડ્યા હતા.'
'નાની મોટી મુશ્કેલીઓ વેઠીને પણ દાદાજીએ ભક્તિભાવથી આનંદ પૂર્વક પરિક્રમા પૂર્ણ કરી હતી.'
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૬
સોમેશ અભ્યાસમાં ઘણો તેજસ્વી હતો. ગામમાં તો સાત ધોરણ સુધીની જ શાળા હતી એટલે તે તાલુકા મથકની શાળામાં અભ્યાસ કરવા ગયો. એના મિત્ર પાસે સાઈકલ હતી તેના પર બંને મિત્રો જતા.
એસએસસીમાં સોમેશ બોર્ડમાં સાતમો આવ્યો. પપ્પાના સંબંધી વિદ્યાનગરમાં નિવૃત્ત પ્રોફેસર હતા. એમણે સોમેશને વિદ્યાનગર અભ્યાસ માટે બોલાવ્યો. સોમેશના પિતા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. એમને આર્થિક રીતે પરવડે નહીં. સંબંધીએ એમના ઘરે રહીને ભણવા કહ્યું. પિતા એવી રીતે તૈયાર નહોતા. એવું નક્કી થયું કે સોમેશ કમાતો થાય ત્યારે પ્રોફેસર કહે તે વિદ્યાર્થીઓની ફી ભરી દે.
સોમેશ બારમા ધોરણમાં પાંચમો આવ્યો. એણે મુંબઈ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લીધું. સ્કૉલરશિપ પણ મળી.
દિવાળીમાં સોમેશ ઘરે આવ્યો ત્યારે પપ્પાએ જણાવ્યું કે તેઓ મા નર્મદાની પરિક્રમા કરવા જશે.
'પપ્પા તમે ત્રણ વરસ સુધી ઘરથી દૂર રહીને આટલું બધું ચાલશો?'
'ના બેટા હું પરિક્રમા માટે ત્રણ વરસ નહીં લઉં. હું એક દિવસમાં વધારે ચાલી શકવા સક્ષમ છું. હું બે વરસથી ઓછા સમયમાં પરિક્રમા પૂર્ણ કરીશ. નવેમ્બરમાં પરિક્રમા શરૂ કરીશ. ચાતુર્માસ આશ્રમમાં રહીશ. ત્યાં તારી મમ્મી પણ આવીને રહેશે. બીજા વર્ષના ચાતુર્માસ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરીશ.'
'પણ તમે ૬૦ વર્ષની ઉંમરે આવું કષ્ટ ના લો. હું ભણી લઉં પછી કારમાં પરિક્રમા કરજો.'
'એ પરિક્રમા નહીં યાત્રા કહેવાય. આપણા કુટુંબમાં લગભગ બધા પૂર્વજોએ પરિક્રમા કરી છે. તું તો ઘણો અભ્યાસ કરીને બહુ આગળ વધીશ એટલે તું પરિક્રમા કરીશ એવું લાગતું નથી. આપણા કુળની આ છેલ્લી પરિક્રમા હું મક્કમતાથી પૂર્ણ કરીશ.'
'ઠીક છે. પરિક્રમા કરવી જ હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખજો.તમે શૂલપાણી ઝાડીમાંથી ચાલવાને બદલે રસ્તા પર ચાલજો.'
'ના હું શૂલપાણી ઝાડીમાંથી ચાલીશ.'
'આ તમારી જીદ છે.'
'જીદ નહીં. મને આત્મ વિશ્વાસ છે અને મા નર્મદાના આશીર્વાદ તો છે જ.'
'તમે મોબાઇલ સાથે રાખજો જેથી સતત સંપર્કમાં રહી શકાય. ઉઘાડા પગે ન ચાલતા.'
'સારું. ચંપલ પહેરીને ચાલીશ. મોબાઇલ શૂલપાણી ઝાડી પસાર કર્યા પછી રાખીશ નહીંતર ભીલ લોકો લઈ લે.'
સોમેશના પિતાએ નવેમ્બર ૨૦૦૭માં પરિક્રમા શરૂ કરી. કોઈ આશ્રમમાં હોય ત્યારે ફોન કરી લેતા. શૂલપાણી ઝાડી પસાર કરી સોમેશનો સંપર્ક કર્યો.
'બેટા મેં શૂલપાણી ઝાડી પસાર કરી લીધી છે. અત્યંત કઠીન હતું પણ મા નર્મદાની કૃપાથી બધું હેમખેમ પાર પડી ગયું.'
'સરસ. ભીલ લોકોએ કાંઈ લઈ લીધું?'
'અમે બાર જણ સાથે રહીને ચાલતા હતા. ચાર મહિલા પણ હતી. ખુલી ગામ પાસે ભીલોએ અમને રોકયા. અમારી પાસે કશું કિમતી નહોતું. મારી પાસે એક જોડી કપડાં હતાં તે લઈ લીધા. મારી શાલ લઈ લીધી. બીજા બધા પાસેથી પણ સાથે રાખેલા કપડાં, ગરમ કપડાં લઈ લીધા. બાકી હેરાન ન કર્યા. આ લોકોને આગળના ગામના અમુક લોકો બાતમી આપતા હોય છે કે કયા પરિક્રમાવાસી પાસે શું હોય છે.'
'હવે તો ખુલી ગામની બહાર લખનગીરી બાબા રહે છે તેઓ લૂંટાઈને આવેલા પરિક્રમાવાસીઓને સાચવી લે છે. ખાવાનું અને જરૂરી કપડાં આપે છે. લખનગીરી બાબા ભીલોને સુધારવાના પ્રયત્ન કરી રહ્યા છે. એમણે પરિક્રમા કરી હતી ત્યારે ભીલોએ એમને લૂંટી લીધા હતા. એમણે આ પ્રથા બંધ કરાવવાનું બીડું ઝડપ્યું છે.'
'અગાઉથી કરી રાખેલી સગવડ મુજબ તારી મમ્મીએ મને અહીં આશ્રમમાં આવ્યો છું ત્યાં મોબાઇલ, કપડાં અને ગરમ કપડાં મોકલી આપ્યા છે.'
મોબાઇલ આવ્યો એટલે સોમેશ લગભગ રોજ પપ્પા સાથે વાત કરી લેતો. પપ્પા તેને પરિક્રમાની વિગત આપતા.
'તારા દાદાજીએ ૧૯૭૭માં પરિક્રમા કરી હતી તે કઠીન હતી. અત્યારે ૨૦૦૭માં પરિક્રમા એટલી કઠીન નથી. અત્યારની મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર પરિક્રમાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે એટલે પરિક્રમાવાસીઓને સગવડ મળી રહે તેનું ધ્યાન રાખે છે.'
'પાકા રસ્તાઓ છે. રસ્તાની આજુબાજુ વૃક્ષો છે. આથી રોજ વધારે અંતર ચાલી શકાય છે.'
'લોકો ધાર્મિક બાબતે વધારે જાગ્રત થયા છે અને સનાતન સંસ્કૃતિને આદર આપતા થયા છે. લોકોની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી છે એટલે પરિક્રમાવાસીઓને વધારે સગવડ મળે છે. આશ્રમોને મળતા દાનનો પ્રવાહ વધ્યો હોવાથી ત્યાં પણ સારી સગવડ મળે છે.'
વેકેશનમાં સોમેશ પપ્પા સાથે થોડું રહ્યો. પપ્પાએ નિર્ધારીત સમયમાં પરિક્રમા પૂર્ણ કરી લીધી.
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૭
સોમેશને એન્જીનીયરીંગની ડિગ્રી મળી પછી એમઆઇટીમાં સ્કૉલરશિપ સાથે માસ્ટર ડિગ્રી માટે બોસ્ટન અમેરિકા ભણવા ગયો.
સોમેશ નવા વાતાવરણમાં ખાસ મુશ્કેલી વગર સેટ થઈ ગયો. તે વિકએન્ડમાં હાવર્ડ સ્ક્વેર જતો. ત્યાં કોઈ ગિટાર વગાડતું હોય, કોઈ કેસીઓ વગાડતું હોય, કોઈ ગાતું હોય તો કોઈ ડાન્સ કરતા હોય.
સોમેશ ફ્લ્યુટ વગાડતો. તેની સાથે ભણતી લ્યુસી જ્યોર્જ મુગ્ધ બની સાંભળતી.
'ભગવાન શ્રીકૃષ્ણ એમના ટીન ડેયઝમાં યમુના કિનારે વાંસળી વગાડતા ત્યારે ગોકુળની ગોપીઓ સાનભાન ભૂલી જતી.'
'સો અમેઝિંગ! મને એવું ફીલ થાય છે કે તું કૃષ્ણ છે અને હું તારી ગોપી છું.'
સોમેશ અને લ્યુસી સાથે જ પ્રોજેક્ટસ કરતા. બંને સારા મિત્રો બની ગયા.
માસ્ટર ડિગ્રી મળી ત્યારે સોમેશના મમ્મી પપ્પા અમેરિકા જવાના હતા પરંતુ મમ્મીની તબિયત બગડતાં ન જઈ શક્યા.
સોમેશ અને લ્યુસી સાથે જ જોબ કરતા. બધું સરસ ચાલતું હતું તેવામાં મમ્મીનું અવસાન થતાં સોમેશ ભાંગી પડ્યો. પપ્પાએ હિંમત રાખીને જીવનમાં આગળ વધવા આશ્વાસન આપ્યું.
સોમેશ અને લ્યુસીની નિકટતા વધતી જતી હતી. બંનેએ લગ્ન કરવા નિર્ણય લીધો. પપ્પા અમેરિકા આવ્યા અને લગ્ન બાદ પણ થોડો સમય રોકાયા.
સોમેશ અને લ્યુસીએ સાહસ કરી પોતાની કંપની શરૂ કરી. સંઘર્ષ હતો પણ બંનેએ આવડતથી સારી જમાવટ કરી લીધી.
જાન્યુઆરી ૨૦૨૦માં સોમેશ લ્યુસી એક પુત્રીના માતા પિતા બન્યા. પપ્પાનો હરખ સમાતો નહોતો.
'આપણા પર મા નર્મદાની અસીમ કૃપા છે. લ્યુસીને પસંદ આવે તો દીકરીનું નામ નર્મદા રાખજો.'
સોમેશે લ્યુસીને નર્મદા વિષે સમજાવ્યું.
'આપણું કુટુંબ પેઢીઓથી નર્મદા કિનારે વસે છે. અમારા માટે નર્મદા માત્ર નદી નહીં પરંતુ માતા છે. નર્મદા એ મહાદેવના પ્રસ્વેદમાંથી જન્મેલી શંકર પુત્રી છે. ગંગા સ્નાનથી મળતું પુણ્ય નર્મદાના દર્શન માત્રથી મળે છે. સનાતન ધર્મને યોગ્ય દિશા આપનારા શંકરાચાર્ય એમના ગુરૂને નર્મદા કિનારે મળ્યા હતા.'
'નર્મદા રાષ્ટ્રની ધરોહરી, ધર્મ રક્ષક, સંસ્કૃતિ તારક છે. તે શાશ્વતી યશસ્વી છે. આપણી નર્મદા એવી જ યશસ્વી થશે.'
લ્યુસી ખુશ થઈ ગઈ. 'મને નર્મદા નામ પસંદ છે. નર્મદા સોમેશ જોશી.'
સોમેશે પપ્પાને અમેરિકા આવવા કહ્યું.
'તારા બોસ્ટનમાં સમર આવશે ત્યારે હું નર્મદા સાથે રમવા આવીશ.'
પરંતુ કોરોના ત્રાટક્યો અને દુનિયા થંભી ગઈ. સોમેશ ભારત ન આવી શક્યો અને પપ્પા અમેરિકા ન જઈ શક્યા. પપ્પા ગામમાં સચવાઈ ગયા. પરંતુ ૨૦૨૧ના ડેલ્ટા વેવમાં ઝડપાઇ ગયા. એમનું સ્વાસ્થ્ય કથળ્યું. સોમેશ પપ્પા પાસે થોડો સમય રહી ગયો.

૮
જોતજોતામાં નર્મદા મોટી થવા લાગી અને બોલતાં ચાલતાં શીખી ગઈ. દાદા રોજ વિડીયો કૉલ કરી નર્મદા સાથે વાત કરતા. નર્મદા 'નમસ્તે દાદાજી' કહેતી. થોડા ગુજરાતી શબ્દો પણ બોલતી.
દાદા એને કહેતા 'હેલો નર્મદા, નર્મદે હર. હેલો અમેરિકા, નર્મદે હર.'
નર્મદા એની કાલી ભાષામાં 'નર્મદે હર' બોલતી.
સોમેશના જીવનમાં બધું સરસ ચાલતું હતું એવામાં મુસીબતના વાદળો આવી ગયાં. પપ્પાને હાર્ટ એટેક આવ્યો. સોમેશ તરત ભારત આવ્યો. પપ્પાની તબિયત કથળતી જતી હતી અને પથારીવશ થઈ ગયા.
સોમેશ પપ્પા પાસે રોકાઈ ગયો. તે ઓનલાઇન કામ કરતો પણ લ્યુસી પર કામનો બોજ વધી જતાં તે અકળાવા લાગી.
'તું પપ્પા માટે કેર ટેકર અને નર્સની વ્યવસ્થા કર અથવા એમને કોઈ કેર હોમમાં રાખ પણ અહીં આવીજા. મારે માટે કંપની અને નર્મદાને સાચવવાનું મુશ્કેલ છે.'
'લ્યુસી, મારા માટે એ શક્ય નથી. અત્યારે પપ્પાને મારી જરૂર છે. હું મારા માતા પિતાની મોટી ઉંમરે જનમ્યો છું. એક માત્ર સંતાન છું. પપ્પાને આ સ્થિતિમાં મારા માટે ઘણી આશા છે. પપ્પાને અંતિમ સમયમાં એકલા મૂકી દેવાનું અમારા કલ્ચરમાં નથી.'
'હેલ વિથ યોર કલ્ચર. તને મારી અને નર્મદાની પડી નથી. અમારા પ્રત્યે તારી ફરજ નથી?'
'હું સમજું છું પણ પપ્પાને આવી રીતે છોડીને ન આવી શકું.'
લ્યુસીના ફોન આવતા બંધ થઈ ગયા એટલે પપ્પાને ખ્યાલ આવી ગયો કે સોમેશ મૂંઝવણમાં છે. તેઓ લાચાર નજરે સોમેશ સામે જોતા. સોમેશ કહેતો કે હું અહીં તમારી પાસે જ છું. લ્યુસીને સમજાવી દઈશ.
સમય લંબાયો અને લ્યુસીએ ધીરજ ગુમાવી દીધી. એણે ડિવોર્સ લેવાનું જણાવી દીધું. સોમેશ કફોડી દશામાં મુકાઈ ગયો. લ્યુસીને પછી સમજાવી શકાશે એવી આશા રાખીને પપ્પા પ્રત્યેની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરતો રહ્યો.
પપ્પાએ વિદાઈ લીધી ત્યારે પણ લ્યુસીએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. તે કોઈ વાત કરવા તૈયાર નહોતી. સોમેશ વિધિઓ પતાવી બોસ્ટન ગયો. લ્યુસીએ એટર્નીને મળી લેવા કહ્યું. ડિવોર્સ સાથે કંપનીમાંથી પણ છુટા પડતા હતા એટલે ફાઇનાન્સ પણ સેટલ કરવાનું હતું.
સોમેશ એટર્નીને મળવા ગયો. એટર્નીએ તેને ડિવોર્સની કન્ડિશનનો ડ્રાફ્ટ વાંચવા આપ્યો.
સોમેશ તે વાંચીને સ્તબ્ધ થઈ ગયો. 'આ સ્ત્રી તો લગભગ બધું જ પડાવી લેવા માંગે છે!'
એટર્નીએ ખંધી નજરે સોમેશ સામે જોઈ કહ્યું, 'તું તારા એટર્નીને મળીને રિપ્લાય આપી શકે છે.'
સોમેશ લ્યુસી સાથે આવી કોઈ માથાકૂટમાં પડવા નહોતો માંગતો. તેણે બધું મંજુર છે એવું જણાવી દીધું.
સાંજે લ્યુસીને મળ્યો ત્યારે તેણે ઉગ્ર ઝઘડો કર્યો. સોમેશ નર્મદાને મળવા માંગતો હતો પણ લ્યુસીએ સ્પષ્ટ ના પાડી દીધી.
'તારા આવા નકામા ઈમોશનલ વિચારોથી તેના પ્રોગ્રેસ પર નેગેટિવ અસર થાય માટે તેને તારાથી દૂર જ રાખવી છે.'
સોમેશ વ્યથિત થઈ ગયો. તેણે મનની શાંતિ માટે ભારત જઈ મા નર્મદા પરિક્રમા કરવા નક્કી કર્યું.
'હું ઇન્ડિયા જાઉં છું. નર્મદા પરિક્રમા કરીશ. ડિવોર્સની ફાઇનલ પ્રોસીજર વખતે આવીશ.'
લ્યુસીએ નર્મદા પરિક્રમા વિષે સર્ચ કર્યું તો કેટલાક સાધુઓને નદી પાસે ચાલતા જોયા. તે વધારે અકળાઈ.
'થૅન્ક ગોડ! હું તારાથી જુદી થાઉં છું. તું આવા મોન્ક સાથે રહેવા ચાલવાનો છે? તારું આવું કલ્ચર મારી દીકરીમાં ન આવવું જોઈએ. તું મહેરબાની કરીને મારી દીકરીથી તો દૂર જ રહેજે.'

૯
સોમેશ ભારત આવી ગયો. મિત્રો અને ગામના લોકોને તે પરિક્રમા કરવાનો છે એવું જણાવ્યું.
'સોમા, તારા જેવા અતિ વ્યસ્ત હોય એમના માટે ખંડ પરિક્રમા ઉત્તમ છે. રોજ થોડું ચાલી, જેટલા અઠવાડિયા કે મહિનાનો સમય મળે એમ હોય ત્યાં સુધી પરિક્રમા કરવાની. પછી બીજા વર્ષે તે સ્થળેથી પરિક્રમા શરૂ કરવાની અને આવી રીતે દર વર્ષે શક્ય હોય તે મુજબ પરિક્રમા કરીને બે ત્રણ વરસમાં પરિક્રમા પૂર્ણ કરવાની. પોતાનાં કામકાજ સાથે દર વર્ષે શક્ય હોય એટલો સમય ફાળવી ને ખંડ પરિક્રમા કરી શકાય."
'મારી પાસે અત્યારે પાંચેક મહિનાનો સમય છે. હું દેવ ઉઠી અગિયારસે પરિક્રમા શરૂ કરીશ. રોજ પચીસ કિલોમીટર જેટલું ચાલી શકું એમ છું. માર્ચમાં હોળી આસપાસ પરિક્રમા પૂર્ણ કરી શકીશ.'
'હું પૈસા, ક્રેડિટ-ડેબિટ કાર્ડ નહીં રાખું. અયાચક રહીશ.'
'સોમા, પરિક્રમા દરમ્યાન ભોજન અને રહેવાની સગવડ તો મળી રહે છે એટલે ખાસ તકલીફ ન પડે પણ ક્યારેક જરૂર પડે તો ભિક્ષા લેવામાં કશું ખોટું નથી. ભિક્ષા માંગનારનો ગર્વ ઓગળે છે.'
'ભલે તો કોઈ સામેથી કોઈ ચીજ આપશે તો સ્વીકારીશ પણ પૈસા નહીં લઉં. હું નહીં માંગું.'
'તું નર્મદા મૈયાની કસોટી કરવા માંગે છે?'
'ના મૈયા પર તો પૂર્ણ શ્રદ્ધા છે. હું મારી કસોટી કરવા માંગું છું.'
સોમેશે ૨ નવેમ્બર ૨૦૨૫ દેવ ઉઠી અગિયારસે અમરકંટકથી નર્મદા પરિક્રમા શરૂ કરી.
સોમેશે જરૂર પૂરતો થોડો સામાન જ સાથે રાખ્યો હતો. પ્રાતઃકાળે ઉઠી, સ્નાન-નિત્ય કર્મો પતાવી પૂજા કરવા બેસતો. નર્મદાષ્ટક બોલતો. પછી ચાલવાનું શરૂ કરી દેતો. ચાલતી વખતે મનમાં 'નર્મદે હર'નો જાપ કરતો. કોઈ સાથે વાત ન કરતો. વિશ્રામ કરતી વખતે બાળકો, યુવાનો, વયસ્કો સાથે વાતો કરતો. તેના પરથી સંસ્કૃતિ વિષે જાણકારી મળતી. વર્તમાન અને ભવિષ્યની સંભવિત પરિસ્થિતિનો તાગ મેળવતો.
પરિક્રમા માર્ગમાં કાચા પાકા રસ્તાઓ, ખેતરો, નદીનો પટ, કોતરો, વનરાજી આવતા. અપ્રતિમ કુદરતી સૌંદર્ય માણતાં, લોકોને મળતાં, સંસ્કૃતિનો પરિચય મેળવતાં પરિક્રમા થતી.
તે રોજના ૨૨-૨૫ કિલોમીટર ચાલતો. ચા નાસ્તો અને ભોજન સરળતાથી મળી રહેતા.
રોજ સૂર્યોદય પહેલાં આહલાદક અલૌકિક દ્રશ્ય સર્જાતું. સૂર્યદેવ ઉષાકિરણો દ્વારા મા નર્મદાને તુષારાંજલિ અર્પણ કરતા. માના ધીર ગંભીર સ્વરૂપના દર્શન થતા.
'પ્રાત:કાળે ભાસ્કર અર્ચિત તુષાર પૂજીત ધીર ગંભીર માતા
સાનિધ્યે તારા સૌ જીવ નિર્ભય તું સૌની ભાગ્યવિધાતા'
નર્મદા તટે તો પ્રત્યેક કંકર શંકર! દરેક પથ્થર શિવલિંગ. નદી પાસેના શિવલિંગને તો નદીના જળનો અભિષેક થાય. નદીના પટમાંના દરેક શિવલિંગને તુષારનો અભિષેક થાય.
બપોરે તેજ સૂર્ય કિરણોથી મા નર્મદાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું.
'મધ્યાહને સૌંદર્યમયી રૂમઝૂમતી નવ યૌવના
તારા કોમળ ચરણોમાં કોટી કોટી વંદના'
સાયં કાળે સૂર્યદેવ માની સ્તુતિ કરી વિદાઈ લેતા.
'સાયંકાળે સૂર્યદેવ ચરણ પખાળી કરે સ્તુતિ
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે'
રાતે મા એક ચંચળ બાળા રેવા બની ઉછળ કૂદ કરતાં.
'રાતે તું ઉછળતી રેવન્તી બાળલક્ષ્મી મા રેવા
તારા આશિષ પામે તેને દુ:ખ દારિદ્રય કેવાં?'
સોમેશ સાંજ પડતાં કોઈ આશ્રમમાં કે કોઈ ગામમાં રોકાતો. સ્નાન કરી પૂજા કરતો. નર્મદાષ્ટક બોલતો. જ્યાં રોકાણ હોય ત્યાં સત્સંગ કે ભજન થતાં હોય તો એમાં ભાગ લેતો.
કોઈ વાર નર્મદા તટે શાંત સ્થળે બેસી વાંસળી વગાડતો. ક્યારેક ઉદાસીના સૂર નીકળતા તો તે તરત એમાંથી બહાર આવી કોઈ સ્તુતિની ધૂન વગાડતો.

૧૦ પરિક્રમા ૨૦૨૫
શૂલપાણી ઝાડી નજીક આવી ત્યારે સાથે ચાલતા કેટલાક પરિક્રમાવાસીઓ હવેની કઠીન યાત્રા વિષે અટકળો કરતા હતા.
'ઉબડ ખાબડ જમીન વાળી નાની મોટી ૨૧ ટેકરીઓ ચઢવા ઉતરવાની છે. ક્યાંક સીધું ચઢાણ હોય. હાંફ ચડી જાય અને શરીર સાવ થાકી જાય.'
'મૈયા ઉપર શ્રદ્ધા અને પોતાના ઉપર વિશ્વાસ રાખીને ચાલો. બધું પાર પડી જશે.' બે આધુનિક યુવતીઓ પસાર થતાં બોલી. આધુનિક યુવતીઓને પરિક્રમા કરતી જોઈને સોમેશ નવાઈ પામ્યો.
એમની ચાલવાની ઝડપ અન્ય કરતાં વધારે હતી અને સ્ફૂર્તિથી ચાલતી હતી. સોમેશ એમનાથી પ્રભાવિત થઈ ગયો.
ટેકરીનું ચઢાણ સીધું અને પથરાળ હતું. પગ લપસે તો સીધા નીચે આવી જવાય. સોમેશ થોડો નર્વસ થઈ ઉભો રહ્યો.
'ગભરાવ નહીં. બાળક ભાખોડીયા ભરતું હોય એવી રીતે ચઢો. ઝીગઝેગ ચઢો.' પેલી બે યુવતીઓ ટેકરીની ટોચ ઉપરથી બોલી.
સોમેશ એવી રીતે ચઢવા લાગ્યો. એનો ડર જતો રહ્યો. ઉપર પહોંચ્યો ત્યારે તે યુવતીઓએ તાળી પાડી તેને વધાવી લીધો.
'થેન્ક યુ! તમે અનુભવી લાગો છો. ક્યાંથી આવો છો?'
'અમે પુણેના છીએ. હું આઈટી પ્રોફેશનલ છું અને આ મારી ફ્રેન્ડ ફેશન ડિઝાઈનર છે. અમે બહુ ફરીએ છીએ. ટ્રેકિંગ કરીએ છીએ. એવરેસ્ટ બેઝ કેમ્પ પણ કર્યો છે. સાહસ સાથે આધ્યાત્મિક અનુભવ લેવા, પ્રાકૃત્તિક સૌંદર્ય માણવા અને સંસ્કૃતિ જાણવા આ પરિક્રમા કરીએ છીએ.'
'તમને મળીને ઘણો આનંદ થયો. તમે મારો ઉત્સાહ વધારી દીધો.'
'બહુ સરસ ભાઈ. અમારી ઝડપ વધારે છે એટલે તમારાથી તો ઘણા આગળ નીકળી જશું. મૈયાની ઈચ્છા હશે તો ફરી મળશું. નર્મદે હર!'
'નર્મદે હર!'
*******************
શૂલપાણી ઝાડી પાર કરતાં સોમેશ ખુલી ગામ પહોંચ્યો ત્યારે અગાઉની પરિક્રમામાં ભીલ લોકો દ્વારા થતી લૂંટની વાતો યાદ કરી રોમાંચિત થઈ ગયો. હવે તો એ બધું ભૂતકાળ બની ગયું.
એક વૃદ્ધ ભીલ એક પથ્થર પર બેઠા હતા. એમનો પહેરવેશ ભીલનો જ હતો. બાજુમાં પેન્ટ શર્ટ પહેરેલો એક યુવાન મોબાઈલ જોતો ઉભો હતો.
'નર્મદે હર!' સોમેશે એમની સાથે વાત શરૂ કરી.
'દોસ્ત, મોબાઈલમાં શું જુએ છે?'
'રીલ જોઉં છું.'
'અરે વાહ! તને ગમે છે? તું ભણે છે?'
'હું કૉલેજના બીજા વર્ષમાં છું.'
'સરસ. પછી શું કરવા વિચારે છે?'
'આઈએએસ, આઇપીએસની પરીક્ષા આપીશ.'
'તમારા સમાજમાં હવે બધા ભણીને નોકરી કરે છે?'
'હા. સરકારી નોકરી કરે. પોલીસમાં જાય. જુદા જુદા રાજ્યોમાં અમારા લોકો વસ્યા છે.'
'છોકરીઓ ભણે?'
''ભણે છે પણ અન્ય આદિવાસી સમાજની છોકરીઓ કરતાં ઓછી ભણે છે.'
'બધાને ભણાવી મોટા સાહેબો બનાવી દેવા છે એમાં અમારું બધું ખતમ થતું જાય છે.' અત્યાર સુધી વાતો સાંભળી રહેલા વૃદ્ધ બોલ્યા.
'સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે જરૂરી છે પરંતુ ભણીને અન્ય લોકો સાથે રહી શકો તે પણ જરૂરી છે. દોસ્ત, તને એઆઈ અને રોબોટ વિષે ખબર છે?'
'થોડી ખબર છે. એ બધું ભલે આવે પણ નોકરીઓ છીનવાઈ જશે તો અમે લોકો હજી માંડ માંડ ઉભા થઈ રહ્યા છીએ તેમાં મુસીબત આવી જશે.'
'તારી વાત સાચી છે. આપણા દેશમાં બધું સમજી વિચારીને થાય તે જોવું રહ્યું. બાકી તમે લોકો આગળ વધી રહ્યા છો તે આનંદની વાત છે. તમારા પૂર્વજોએ જે કર્યું તે તમે સુધારી શકો. મહાભારત સમયમાં અર્જુનને લૂંટી ને...'
'અર્જુનને નહીં એના અભિમાનને લુંટ્યું હતું.' વૃદ્ધ ભીલે
સોમેશની વાત કાપી ટકોર કરી.
સોમેશ એમની આ વાત પર વિચારવા લાવ્યો.

૧૧ પરિક્રમા ૨૦૨૫
'કોરોના દરમ્યાન પરિક્રમા કેવી રહી હતી?' સોમેશે એક ગામમાં એક આધેડને પૂછ્યું.
'માની કૃપાથી પરિક્રમાને કોઈ આંચ નહોતી આવી. એકાદ લાખ લોકોએ પરિક્રમા કરી હતી.'
'એ ભાઈ, અહીં આવો. એ તો ટાઢા પહોરની હાંકે છે.' તરબૂચની લારી પાસે ઉભેલા એક જણે સોમેશને બોલાવ્યો.
'નર્મદે હર! લ્યો તરબૂચ ખાવ. ઠંડક મળશે. હું આ ગામનો સરપંચ છું.'
'વાહ! તરબૂચ સારાં છે. મારે જાણવું છે કે કોરોના દરમ્યાન પરિક્રમા નિયમિત થઈ હતી?'
'ના ભાઈ, આખી દુનિયા થંભી ગઈ હતી તેમ પરિક્રમા પર પણ અસર થઈ હતી.'
'પરિક્રમા ચાલી રહી હતી ત્યારે માર્ચ ૨૦૨૦માં અચાનક લોકડાઉન આવ્યું. ઘણા પરિક્રમાવાસીઓ કોઈ આશ્રમમાં રોકાઈ ગયા. ગામમાં રોકાયા હતા એમને ઘણી તકલીફ પડી. કોઈ એમને ભોજન આપતું તો દૂર મૂકીને આપતા. બહારથી આવતા એમને ઘણા ગામમાં પ્રવેશ નહોતા આપતા. બહાર રહેવું પડતું. અનેક પરિક્રમાવાસીઓ લોકડાઉન પછી ઘરે પરત થયા હતા.'
'વેક્સીન નહોતી આવી એટલે નવી પરિક્રમામાં ઓછા લોકો હતા. ૨૦૨૧ના ઉનાળામાં ડેલ્ટાએ કેર વર્તાવ્યો. ગામના લોકો પરિક્રમાવાસીઓને દૂર રાખતા. કેટલાક પરિક્રમાવાસીઓને કોરોના થયો તો કેટલાકને ઘરે ગયા પછી થયો. પરિક્રમાવાસીઓની સંખ્યા ઘટી હતી. ૨૦૨૨માં બધું નોર્મલ થતું ગયું. ૨૦૨૩થી સંખ્યા પાછી વધવા લાગી.'
'માની કૃપાથી બધું રાબેતા મુજબ થઈ ગયું પરંતુ કોરોના દરમ્યાન તો તકલીફ પડી હતી.'
**********************
'નર્મદે હર! યુવાન પરિક્રમાવાસીનું અમારા આશ્રમમાં સ્વાગત છે.'
સોમેશ એક આશ્રમમાં ગયો ત્યાં એક પડછંદ સંન્યાસીએ તેને આવકાર્યો. સ્વામીજી કદાવર બાંધાના હતા પણ ઘણા પ્રેમાળ હતા. દરેક પરિક્રમાવાસીનું પ્રેમભર્યા ઉમળકાથી સ્વાગત કરતા હતા.
'બોલો શું ખાવું છે? યુવાન, તારે કાંઈ સ્પેશિયલ ખાવું છે?'
'ના તમે આશ્રમવાસીઓ જે ખાતા હો તે ખાઈશ.'
'અરે એમ ન ચાલે. અમારા આશ્રમની ગાયના દૂધનો દૂધપાક જમો.'
'દૂધપાક ખરેખર બહુ જ સરસ છે. આવો દૂધપાક ક્યારેય નથી ખાધો.'
'તો મોજથી ખાવ. તું તો યુવાન છો અને આટલું ચાલે છે એટલે જલ્દી પચી જશે.' સ્વામીજીએ આગ્રહ કરી કરી સોમેશને પ્રેમથી જમાડ્યો. વિદાય આપતી વખતે બિસ્કિટના પેકેટ અને સફરજન આપ્યા.
******************
એક આશ્રમમાં સોમેશ રાતવાસો કરવા રોકાયો. ત્યાં મહારાષ્ટ્રથી આવેલા પરિક્રમાવાસીઓ હતા.
'આપણા આશ્રમમાં બે દિવસથી મહારાષ્ટ્રથી આવેલ બહેનો છે. એમણે પૂરણપોળી બનાવવા તૈયારી કરી છે. આજે ભોજનમાં પોળી મળશે.'
સોમેશને વર્ષો પછી પૂરણપોળી ખાવા મળી.
******************
'નર્મદે હર! આવો ભાઈ. ગરમ પાણીથી હાથ પગ ધુઓ. ભોજનપ્રસાદ ફટાફટ તૈયાર થઈ જશે.'
એક શમિયાણામાં અન્નક્ષેત્ર ચાલતું હતું ત્યાં સોમેશને આવકાર્યો.
'તમે ક્યાંથી આવો છો?'
'આમ તો હું ગુજરાતનો જ છું. ચૌદ વર્ષથી બોસ્ટન છું.'
'અરે વાહ. અમે યુ.કે.થી આવ્યા છીએ. પરિક્રમાવાસીઓની સેવા કરવા દર વર્ષે આવીએ છીએ.'
'સરસ. તમે અહીં અતિ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો.'
'બોલો ભોજનપ્રસાદમાં શું લેશો? ઈડલી, ઢોંસા, વડાં શું ગમશે?'
'ઢોંસા ખાઈશ.'
સોમેશને દરેક ગામમાં અને આશ્રમોમાં સારું ભોજન મળી રહેતું અને રહેવાની સારી સગવડ મળી રહેતી.

૧૨ પરિક્રમા ૨૦૨૫
સોમેશ એક ગામમાં પહોંચ્યો ત્યાં બાળકો રમતા હતા. સોમેશને જોઈને સૌ 'નર્મદે હર! નર્મદે હર!' કરતાં દોડી આવ્યાં. સોમેશ તેની પાસેના બિસ્કિટ આપવા લાગ્યો. બાળકો ઘણા હતા એટલે બિસ્કિટ ખૂટી ગયા. સોમેશ મૂંઝાઈ ગયો ત્યારે આઠેક વર્ષની એક છોકરી બિસ્કિટ અડધા કરી સૌને આપવા લાગી. સોમેશ આવી વિચક્ષણ બુદ્ધિશાળી ગ્રામીણ બાળાથી પ્રભાવિત થઈ ગયો.
*****************
એક ગામમાં બાળકો એને વીંટળાઈ ગયા. સોમેશ પાસે એમને આપવા કશું નહોતું. તે મૂંઝાયો ત્યારે બધામાં મોટી છોકરીએ એના ફ્રોકના ખિસ્સામાંથી બોર કાઢી સોમેશને આપ્યા. સોમેશ પૈસા રાખતો નહોતો અને કોઈ પાસે કશું માંગતો નહોતો એટલે બાળકોને કશું આપી શકે એમ નહોતો. ગામની નાની દુકાનમાં વસ્તુઓ હતી પણ ગરીબ દુકાનદાર તેને પૈસા વગર આપી શકે એવી સ્થિતિ ન લાગી.
બરાબર ત્યારે જ કેટલાક પરિક્રમાવાસી ત્યાંથી પસાર થયા. એમણે સોમેશને સેવમમરાના બે પેકેટ આપ્યા. સોમેશે તરત બાળકોને બોલાવ્યા. બધા ગોળ કુંડાળામાં બેઠા અને મોજથી સેવમમરા ખાધા.
નાના ગામના બાળકોમાં સૌ સાથે વહેંચીને ખાવાના સંસ્કાર જોઈ સોમેશ દેશના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરી રહ્યો.
*****************
સોમેશ એક ગામમાંથી પસાર થતો હતો ત્યાં ચાની દુકાન જોઈને ચા પીવાની ઈચ્છા થઈ. કેટલાક પરિક્રમાવાસી ત્યાં ચા પીતા હતા.
તે દુકાન પાસે ગયો. ત્યાં પૈસા વગર ચા આપતા હોય એવું ન લાગ્યું. તે ચાલતો થયો ત્યારે ચા વાળો અને કેટલાક લોકો વાત કરવા લાગ્યા.
'આમને પૈસા આપીને ચા પીવાનું પોષાય તો ખરું છતાં મફત જોઈતી લાગે છે.'
સોમેશ જતો હતો ત્યારે પેલા પરિક્રમાવાસી તેની પાસેથી પસાર થયા.
થોડે આગળ ગયો ત્યાં એક બૂમ પડી.
'નર્મદે હર! ભાઈ, ચાપ્રસાદ લેતા જાવ.' એક બેન અને બે કિશોરીઓ આવતા હતા.
'પેલા આગળ ગયા એમણે કહ્યું કે એક મૂર્તિને (પરિક્રમાવાસીને લોકો મૂર્તિ કહે) ચા પીવી છે.'
સોમેશે નર્મદા મા સામે જોયું અને ચા પીધી. માએ તેને ચાની વ્યવસ્થા કરી આપી!
'તમારું વાસણ આપો. છાશ ભરી આપું.'
સોમેશે છોકરીઓને પૂછ્યું, 'ભણો છો ને?'
'ગામમાં આઠ ચોપડી સુધી ભણવાનું હતું એટલું ભણ્યા. બીજે ભણવા જવાય નહીં એટલે આગળ ન ભણ્યા. નાના ગામોમાં છોકરીઓ આટલું જ ભણે છે. કોઈ તાલુકાની શાળામાં દસમું કરે.'
'ભણવું તો જોઈશે જ ને? હવે દુનિયા બહુ બદલાઈ રહી છે. કોમ્પ્યુટર શું છે તે ખબર છે?'
'હા. તાલુકાની ઓફીસમાં જોયું છે.'
'રોબોટ શું છે તે જાણો છો?'
'ના. એ શું કરે?'
'આવનારા સમયમાં રોબોટ આપણા બધા કામ કરશે.'
'અમારે તો છાણાં વીણવાના, ઢોર દોહવાના, ગમાણ સાફ કરવાની એવું બધું કરવાનું. તમારો રોબોટ એવું કરશે?'
'હા. રોબોટ બધું જ કરશે. બધાને કામકાજ વિનાના કરી નાંખશે.'
છોકરીઓ ખડખડાટ હસવા લાગી.
સોમેશ વિચારી રહ્યો: 'એઆઈ અને રોબોટ ગ્રામીણ પ્રજાને તારશે કે મારશે? આ પેઢી તો ટેકનોલોજીથી દૂર છે. એમનાં સંતાનો ટેકનોલોજી અપનાવી શકશે? પચાસ વર્ષ પછી આ લોકો કેવી સ્થિતિમાં હશે?'

૧૩ પરિક્રમા ૨૦૨૫
એક સવારે સોમેશ નિરવ શાંતિમાં નર્મદે હરનું રટણ કરતો જતો હતો. તુષાર આવૃત્ત પૂર્વ દિશામાં સૂર્ય નારાયણ ઉર્ધ્વ ગતિ કરી રહ્યા હતા. સોમેશ આ આહલાદક દ્રશ્ય જોવા ઉભો રહ્યો.
'નર્મદે હર! અહીં આવો. અહીંથી જુઓ. સૂર્યના પ્રતિબિંબથી નર્મદા નીરમાં શિવલિંગ રચાય છે.' એક સંન્યાસીએ સોમેશને બોલાવ્યો.
સોમેશ તે જોઈ આનંદિત થઈ ગયો.
'જોયું? રોજ સવારે પિતા પુત્રીને મળવા આવે છે.'
આ સાંભળી સોમેશ ગમગીન બની ગયો. સંન્યાસી તેની ગમગીની જોઈ સમજી ગયા.
'નર્મદા પરિક્રમા કરી રહ્યા છો તો દુન્યવી બાબતો મનમાં ન લાવો. ઈશ્વરમાં મન પરોવો.'
'બેટા, ચાયપ્રસાદ અને બાલભોગ (નાસ્તાને બાલભોગ કહે) તૈયાર છે.'
થોડે દુર સાધુઓ હતા એમાંથી એક સાધુએ સોમેશને બોલાવ્યો. ગરમ ચા સાથે બિસ્કિટ અને સેવમમરા આપ્યા.
'સાધુઓ ભિક્ષા લેવાને બદલે ભિક્ષા આપી રહ્યા છે!' સોમેશ મનમાં વિચારી રહ્યો.
'સ્વામીજી નહીં લે?' શિવલિંગનું પ્રતિબિંબ બતાવનાર સંન્યાસી કશું લેતા નહોતા એટલે સોમેશે પૂછ્યું.
'તેઓ તો માત્ર એક ટંક સાદું ભોજન લે છે. તે સિવાય કશું લેતા નથી.'
'બેટા, આટલું ચાલો છો એટલે જરૂર પૂરતું ખાવાનું પણ તેને બહુ મહત્વ નહીં આપવાનું. મા નર્મદા તને શક્તિ આપે. નર્મદે હર.'
'નર્મદે હર!' સોમેશ એમના આશીર્વાદ લઈ આગળ ચાલ્યો.
*****************
'સોમા, હું અમાસને દિવસે કુબેરભંડારી હોઈશ. તું તે તરફ ક્યારે હોઈશ?' સોમેશના બાળ મિત્રએ દુબઇથી ફોન કર્યો.
'હું અમાસના બે દિવસ પહેલાં ત્યાં હોઈશ. હું તો તરત ત્યાંથી નીકળી જઈશ. તું બે દિવસ વહેલો આવે તો આપણે મળી શકીએ.'
સોમેશનો મિત્ર તેને અમેરિકા ગયા પછી ચૌદ વર્ષે મળ્યો.
'તું અહીં દર અમાસે દુબઇથી આવે છે?'
'હા યાર. મને દાદા પર શ્રદ્ધા છે અને ખાતરી છે કે એમની કૃપાથી મને સંતાન સુખ મળશે.'
'આજના સમયમાં આવું માને છે?'
'હા. મારા જેવા કેટલાય શ્રદ્ધાથી અહીં દર અમાસે આવે છે. લંડન અને દુબઇથી પણ આવે છે. આઇવીએફ વિ. વૈજ્ઞાનિક પ્રોસિજર તો ચાલુ હોય પણ સાથે દાદાના આશીર્વાદ હોય તો અચૂક પરિણામ મળે છે.'
સોમેશના માતાપિતાને મોટી ઉંમર સુધી સંતાન નહોતું એટલે તેના પિતાએ કુબેરભંડારીમાં શ્રદ્ધા રાખી હતી. આથી સોમેશ આવી શ્રદ્ધા બાબતે મિત્ર સાથે કશું બોલ્યો નહીં. તેને શુભેચ્છા પાઠવી આગળ ચાલ્યો.

૧૪ પરિક્રમા ૨૦૨૫
સોમેશ એક બપોરે એક સાવ નાના ગામમાં પ્રવેશ્યો. ત્યાં માત્ર થોડો આરામ કરી આગળ જવું હતું.
'નર્મદે હર! આવો ભાઈ બેસો.' ચોરે બેઠેલા કેટલાક લોકોએ તેને બોલાવ્યો.
'ભાઈ, અહીં મંદિરમાં ભોજનની કોઈ સગવડ નથી. ભિક્ષા લેવા ગામની અંદર જજો. આ આગળ દેખાય છે તે ઘરોમાં ના જશો.'
'કેમ?'
'તમે તો ઊંચા કુળના છો તે જણાઈ આવે છે. આ ઘરો નીચી જાતિના છે.'
સોમેશને ભોજન કરવાની ઈચ્છા નહોતી. તે તો અયાચક રહેવાનું નક્કી કરીને નીકળ્યો હતો પણ આ સાંભળી તેને થયું કે આજે તે વિચાર બદલીને આ ઘરોમાં જ ભિક્ષા લેવા જાઉં. આ ગામ લોકોને પાઠ ભણાવવો જોઈએ.
તે ત્યાં જતો હતો ત્યારે એક માજી તે વસ્તીમાંથી એક છોકરા સાથે આવ્યાં.
'નર્મદે હર! ભાઈ, ભોજનપ્રસાદ લેશો?'
'હા મા, ભૂખ તો લાગી છે.'
સોમેશ એમના ઘરે ભોજન કરવા ગયો.
'આ ખાલી ભણેલા પણ ગણેલા નહીં.' ચોરે બેઠેલાઓને પસંદ ન પડયું એટલે સોમેશ પર વ્યંગ કર્યો.
સોમેશનો મિત્ર એક ગામની શાળામાં શિક્ષક હતો. સોમેશે તેની સાથે વાત કરી.
'કાંઈ કહેવા જેવું નથી સોમા. નાના ગામોમાં પરિસ્થિતિ સારી નથી. અન્ય લોકો સાથે મુક્તપણે રહી શકતા નથી. એમની શેહમાં જ રહેવું પડે. હું શિક્ષક છું છતાં મારી સાથે પણ સારો વ્યવહાર નથી રાખતા.'
સોમેશને આવી કડવી વાસ્તવિકતા જોઈ આઘાત લાગ્યો.
*****************
સોમેશ એક આશ્રમમાં રાતવાસો કરવાનો હતો. સાંજે પૂજાપાઠ કરી પરસાળમાં ફરતો હતો ત્યાં પરિચિત અવાજ આવ્યો.
'નર્મદે હર! કેમ છો ભાઈ?'
પુણેની યુવતીઓને જોઈ સોમેશ આનંદિત થઈ ગયો.
'નર્મદે હર! તમે અહીં કેવી રીતે? તમે તો ઝડપથી ચાલો છો. મને તો એમ હતું કે તમે ઘણા આગળ હશો.'
'મારે પિરિયડ છે. આ સમયમાં પરિક્રમા નહીં કરવાની. અમને અહીં એક રૂમ આપ્યો છે.'
'તમે પરિક્રમાના આ નિયમનું પાલન કરો છો તે સારું છે પણ આમ બધાથી અલગ કેમ રહેવાનું?'
'ભાઈ, શહેરમાં તો છોકરીઓ આ સમયમાં શાળા, કૉલેજ, ઓફીસમાં જાય છે ને? અહીં થોડા ચુસ્ત નિયમોનું પાલન કરવામાં અમને વાંધો નથી.'
'અરે પણ...'
'જુઓ ભાઈ, સિસ્ટમની સામે પડી બદલાવ ન લવાય. સિસ્ટમમાં રહીને બદલાવ લાવી શકાય. ચાલો ત્યારે, ફરી ક્યારેક મળીશું. નર્મદે હર!'
એમને વાતો કરતાં જોઈ એક સાધુ તે તરફ આવ્યા. સોમેશ ત્યાંથી બહાર ગયો.
*****************
સોમેશ એક સ્થળે થોડો આરામ કરવા બેઠો હતો. ત્યાં એક યુવતી પોલીસ બંદોબસ્તમાં હતી.
'તમને વર્દીમાં જોઈને ગર્વ થાય છે. ક્યાંના છો? કેટલું ભણ્યા છો?'
'હું આદિવાસી છું. બાર પાસ છું.'
'સરસ. અત્યારે કોન્સ્ટેબલ છો પણ હજુ આગળ પ્રગતિ કરશો ને?'
'ના એ શક્ય નથી. મારા સાસુ મારો દીકરો સાચવે છે એટલે આ નોકરી કરી શકું છું. આનાથી આગળ નહીં વધાય.'
'તમારે દીકરો છે? તમે તો ઘણા નાના લાગો છો.'
'મારા લગ્ન વહેલા થયા અને બાળક પણ વહેલું થયું.'
'તમારા સમાજમાં બધી છોકરીઓનું આવું જ હોય છે?'
'લગભગ તો આવું જ. આટલે સુધી પહોંચ્યા છીએ. ધીમે ધીમે પ્રગતિ થશે.'
'હું આની ફ્રેન્ડ છું. મારા પપ્પા ઓછું ભણ્યા છે પણ તમારા જેવા લોકો વચ્ચે રહીને સમજતા થયા છે. મને કૉલેજ ભણાવી. હવે હું એલએલબી કરું છું. પપ્પા મને વકીલ જોવા માંગે છે.'
'અરે વાહ. ધન્ય છે તારા પિતાને. તું ન્યાયધીશ બની તારા સમાજમાં દાખલો બેસાડજે.'
'તમે ભણેલા છો તો તમારી વારસાગત સંસ્કૃતિ જાળવી રાખશો? તમારી નવી પેઢી જાળવી રાખશે?'
'હા અમે અમારા રિવાજો જાળવીએ છીએ. તહેવારો, પ્રસંગો અમારી રીતે ઉજવીએ છીએ. અમારા બાળકો બધું જુએ છે. અમે તો બધું સાચવી રાખ્યું છે. નવી પેઢી પણ સાચવશે એવું માનીએ. બાકી અમારા જે લોકો હજી ગામડામાં જ રહ્યા છે અને બહુ ભણ્યા નથી તેઓ સાચી રીતે બધું જાળવી રહ્યા છે.'

૧૫ પરિક્રમા ૨૦૨૫
'નર્મદે હર! સાયેબ, પરકમા કેવી થાય સે?'
મોટો કોથળો લઈ કચરો વીણતી એક છોકરી સોમેશ સાથે ચાલવા લાગી.
'તું શું ભેગું કરે છે?'
'ખાલી બોટલો ભેગી કરું છું. આના સારા પૈસા મળે.'
'ભણવા નથી જતી?'
'ના. હું નાની હતી તારે નિશાળે જતી. ચાર ચોપડી ભણી છું.'
'અરે! ભણવું તો જોઈએ જ.'
'સાયેબ, મારે છ છોડી સે. આ મોટી. મારા ઘરવાળા મરી ગયા. રોટલા ખાવા આણે કમાવું પડે.' છોકરીની મા પાછળ આવતી હતી તે બોલી.
સોમેશ સ્તબ્ધ થઈ ગયો. એણે મજૂરી કામ કરતી છોકરીઓ પણ જોઈ. અભણ માબાપના વિશાળ કુટુંબને પોષવાનો ભાર વહન કરતી આ છોકરીઓનું ભવિષ્ય શું?
******************
એક ખુલ્લી જગ્યાએ કેટલાક વણઝારા ડેરા તંબુ બાંધીને રહેતા હતા.
'રામ રામ સાયેબ.'
'રામ રામ. ગુજારા પાણી બરાબર?'
'હોવે. રામાપીરાની મેરબાની.'
'આ બધાં છોકરાં ભણતા નથી?'
'ભણે ક્યાં? અમે તો આજે અહીં તો કાલે બીજે.'
'અત્યારના જમાનામાં પણ તમે કોઈ ભણતા નથી?'
'ના. અમે કુદરત સાથે જીવીએ છીએ. અમારી દુનિયા જુદી.'
'આટલા નાના માબાપ બની ગયા છે?'
'છોડી પંદર કરે એટલે લગન કરાવી દઈએ.'
વિકાસની હરણફાળ ભરી રહેલા દેશની આ અલગ તાસીર જોઈ સોમેશ હેબતાઈ ગયો.
****************
સોમેશ નમતા બપોરે એક દુકાનને ઓટલે થોડો થાક ખાવા બેઠો. દુકાન એક યુવાન છોકરી ચલાવતી હતી. દુકાનમાં રોજીંદી જરૂરિયાતની ચીજો મળતી હતી. દુકાનમાં ફ્રીજ પણ હતું.
'તું ક્યારથી આ દુકાન ચલાવે છે?'
'ત્રણ વરસથી દુકાન કરી છે.'
'ઘરના બીજા કોઈ અહીં આવે છે?'
'ના હું એકલી જ સંભાળું છું. હું મારા પપ્પા સાથે રહું છું. પપ્પા ખેતી કરે છે.'
'સરસ. તારા લગ્ન બીજા ગામમાં થશે તો દુકાન કોણ સંભાળશે?'
'મારા છૂટાછેડા થયા છે. હવે મારી દીકરી સાથે પપ્પાના ઘરે રહું છું.'
'ઓહ! તું તો ઘણી નાની છો. આટલી નાની ઉંમરમાં આવું થઈ ગયું?'
'મમ્મી ગુજરી ગઈ ત્યારે એસએસસી પાસ કર્યું હતું. મને આગળ ન ભણાવી અને પરણાવી દીધી. સામા વર્ષે દીકરી જન્મી. પેલાને અને મારી સાસુને દીકરો જોઈતો હતો. મને ખૂબ હેરાન કરવા લાગ્યા. મારા પપ્પા મને લઈ આવ્યા અને લગ્ન છૂટું કરી નાંખ્યું.'
'તારા પપ્પાએ તને ત્રાસમાંથી છોડાવી તે સારું કર્યું. દુકાન એમણે કરી આપી?'
'ના મારો જ આઈડિયા છે. આ મોકાની જગ્યા છે. અહીં મજૂરો આવજા કરે છે એટલે રોજની જરૂરની વસ્તુઓ રાખી. ધીમે ધીમે લોકોની જરૂરિયાત શું છે તે સમજીને વસ્તુઓ રાખવા લાગી. ગયા વર્ષે આ ફ્રીજ લીધું.'
'વાહ. તું તો બહુ હોશિયાર છે. મેનેજમેન્ટ ભણી નથી પણ બહુ સમજીને બધું કરે છે. તારી દીકરીને ભણાવીશને?'
'હા. એને ઈંગ્લીશ સ્કૂલમાં ભણાવીશ.'
'અહીં તો ચોમાસામાં પૂર આવતું હશે ને?'
'હા. એક વાર તો આવે જ. ક્યારેક બે ત્રણ વાર આવી જાય.'
'ત્યારે મુશ્કેલી પડતી હશે.'
'દુકાનમાંથી બધું લઈ જવું પડે. પૂરની ચેતવણી આપે ત્યારે ફ્રીજ સહીત બધું લઈ જઈએ.'
'તારા આટલા સંઘર્ષ વચ્ચે આ બહુ તકલીફ કહેવાય.'
'મને એવું નથી લાગતું. આપણે મા નર્મદાને એની રીતે વહેવા ન દઈએ અને અવરોધો ઉભા કરીએ તો આવું થાય જ ને?'
'તને આવી તકલીફ પડે ત્યારે મા પર ગુસ્સો નથી આવતો?'
'ના જરાય નહીં. મા તો આપણી જીવાદોરી છે.'
'ધન્ય છે મા નર્મદા પ્રત્યેની તારી લાગણી ને!'
'નર્મદે હર! ભાઈ, મા તો અમને શક્તિ આપે છે.' એક છોકરી ત્યાં આવી બોલી.
'આ મારી ફ્રેન્ડ છે. એના પણ છૂટાછેડા થયા છે.'
'તું શું કરે છે?'
'હું પપ્પા અને ભાઈ સાથે ખેતી કરું છું. સરકારમાંથી અને
એનજીઓમાંથી સાહેબો આવીને નવું નવું શીખવે તે હું બરાબર શીખી જાઉં છું એટલે આવક વધારી આપું છું.'
'શું શીખે છે?'
'સજીવ ખેતી, ફળોનો પાક લેવાનું, મધ ઉત્પાદન એવું બધું શીખી છું.'
'વાહ. તમે બંને આત્મનિર્ભર છો તે જોઈ ગર્વ થાય છે. તમે બીજી છોકરીઓ માટે પ્રેરણા છો. મા નર્મદા તમને ખૂબ સફળતા અપાવશે.'

૧૬ પરિક્રમા ૨૦૨૫
'નર્મદે હર!' ઉત્તર પૂર્વના રાજ્યોની લાગતી છોકરીઓ રસ્તામાં મળી.
'આપ યહાં ક્યા કરતે હો?' સોમેશને નવાઈ લાગી.
'અમે સામે આશ્રમ છે ત્યાં રહી ભણીએ છીએ."
'ગુજરાતી સારું બોલી શકો છો. અહીં કોણ લાવ્યું?'
'તમે અમારા ગુરૂજીને મળી પૂછો.'
સોમેશ આશ્રમમાં ગયો. આધેડ વયે યુવાન દેખાતા એક સંન્યાસી બેઠા હતા.
'નર્મદે હર! આવો ભાઈ.'
'નર્મદે હર! આપના આશ્રમમાં બહારના પ્રદેશની છોકરીઓ જોઈને નવાઈ લાગી. તેઓ અહીં કેવી રીતે?'
'ભાઈ, આ છોકરીઓ મણિપુરની છે. એમને આરબ દેશોમાં વેંચી દેવાતી હોય છે. એમને બચાવી અહીં લઈ આવ્યા છીએ. અહીં ભણાવી પગભર બનાવીશું.'
'આવું ઉમદા કાર્ય કોણ કરી રહ્યું છે?'
'સંઘ પરિવારની એક સંસ્થા આ કાર્ય કરે છે. જુદા જુદા રાજ્યોમાં આવી આશ્રમ શાળાઓ બનાવી છે.'
'ધન્ય છે દેશની દીકરીઓને બચાવી સુરક્ષિત જીંદગી આપનાર સંઘ પરિવારને! આવું ઉમદા કાર્ય ચૂપચાપ કરી રહ્યા છો તે ઘણું પ્રશંસનીય છે.'
*****************
'નર્મદે હર! આવો આવો. થોડા ફ્રેશ થાવ.'
સોમેશ રળિયામણા ઉદ્યાન સાથેના એક આશ્રમ પાસેથી પસાર થતો હતો ત્યારે આશ્રમમાંથી તેને બોલાવ્યો.
સોમેશ બગીચાના એક ઝાડ નીચે બેઠો. એક માણસ લીંબુનું શરબત અને થોડો નાસ્તો આપી ગયો. લીંબુ પાણી પીને સોમેશને તાજગી આવી ગઈ. એણે જોયું કે પરિક્રમાવાસીઓ આશ્રમ પાસેથી પસાર થતા હતા પણ આશ્રમના દરવાજા બંધ હતા અને એમને કોઈ બોલાવતું નહોતું. સોમેશને નવાઈ લાગી.
'આ કોઈ કેમ આશ્રમમાં નથી આવતા?'
'આ આશ્રમ અમારા શેઠે બનાવ્યો છે. મોટે ભાગે કાર કે બસમાં પરિક્રમા કરતા સારા સભ્ય લોકોને પ્રવેશ આપીએ છીએ અને ફ્રેશ થવા લીંબુનું શરબત, ચા, નાસ્તો આપીએ છીએ.'
'ગામડાના પરિક્રમાવાસીઓને નથી આવવા દેતા?'
'ના. આ સર્વિસ બધા માટે નથી.'
ધનવાન શેઠનો આવો ભેદભાવ જોઈને સોમેશને આઘાત લાગ્યો.
******************
'નર્મદે હર! આવો ભાઈ. બેસો. ભોજનને થોડી વાર છે.' સોમેશ એક આશ્રમમાં ભોજન સમયે ગયો ત્યાં એક મહારાષ્ટ્રીયન માજીએ એને બોલાવ્યો. માજી સાથે વાતચીત કરતો હતો ત્યાં આશ્રમના એક ભાઈ આવ્યા અને કડકાઈથી બોલ્યા:
'વાતો કરવી હોય તો બહાર જાવ.'
'અમે તો ધીમા સાદે બોલીએ છીએ.' માજીએ શાંતિથી કહ્યું.
'અહીં વાતો નહીં કરવાની. બહાર જાવ.' ભાઈ વધારે કડક થઈ બોલ્યા.
થોડી વાર બાદ ભોજન શરૂ થયું. પેલા ભાઈ મોટા અવાજે કડકાઈથી બોલ્યા:
'જરૂર હોય તે મુજબ જ લેજો. બિલકુલ બગાડ ન થવો જોઈએ.'
સોમેશ વિચારી રહ્યો કે એમના પોઈન્ટ તો સાચા છે પણ ગામડાના પરિક્રમાવાસીઓ સાથે આવી રીતે વર્તન ન કરાય.

૧૭ પરિક્રમા ૨૦૨૫
'અરે ભાઈ, સમજીને વ્યાજબી ભાડું લો ને'
ત્રણ માજીઓ એક ટેમ્પાવાળા સાથે ભાવતાલ કરી રહ્યા હતા.
સોમેશ એક પ્રખ્યાત ધાર્મિક સ્થળે ભોજન લઈ થોડો આરામ લેતો હતો. એને એક સરસ રૂમ આપ્યો હતો. મંદિરે દર્શન કરવા આવ્યા હતા તેઓ પણ તે રૂમમાં હતા. પેલા માજીઓને ભાવતાલ કરતાં જોઈ સોમેશ ત્યાં ગયો.
'શું થયું?'
'આ માજીઓને અહીં નથી રહેવું. મારા ટેમ્પામાં આગળ એક આશ્રમ છે ત્યાં જવું છે.'
'અહીં કેમ નથી રહેવું? તમે પરિક્રમા કરો છો તો ટેમ્પામાં બેસીને જવું છે?' સોમેશે માજીઓને પૂછ્યું.
'ભાઈ અહીં રહી શકાય એવું નથી. સંડાસ બહુ ગંદુ છે. અમે આગળ માઇનો આશ્રમ છે ત્યાં રાતે રહેશું. ચાલતા જઈએ તો રાત પડી જાય એટલે ટેમ્પામાં જવું છે.'
'મને તો સંડાસ ગંદુ ન લાગ્યું.'
'તમને રહેવા રૂમ આપ્યો છે ત્યાં સારું હશે. અમને રહેવા આપ્યું છે ત્યાં બહુ ગંદુ છે. બાઈ માણસ આવા ગંદામાં કેવી રીતે જાય?'
'અરે આ તો ઘણું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. એમને ઘણું દાન પણ મળે છે. તોયે સારી સગવડ નથી આપતા?'
'ભાઈ વાત જ જવા દો. અમારે તો ઘણી જગ્યાએ જાજરૂ ગંદુ હોય એટલે પછી ના છૂટકે ક્યાંક ઝાડી ઝાંખરામાં જવું પડે છે.'
'આપણા દેશમાં જાહેર સ્થળોએ શૌચાલયમાં અતિશય ગંદકી હોય છે. સ્ત્રીઓની કફોડી હાલત થતી હોય છે.' દર્શન કરવા આવેલા એક બહેન બોલ્યાં.
સોમેશ વ્યથિત થઈ વિચારી રહ્યો. એકવીસમી સદીમાં આવી પરિસ્થિતિ?
બીજે દિવસે સોમેશ માઇના આશ્રમમાં ગયો. એકદમ સ્વચ્છ અને શાંત જગ્યા. પરિક્રમાવાસીઓ માટે ભોજન અને આરામની ઉત્તમ વ્યવસ્થા. સોમેશ આધેડ વયના માઇને મળ્યો.
'નર્મદે હર! માઇ, આશ્રમમાં સૌ કોઈ માટે ઉત્તમ સગવડ છે.'
'નર્મદે હર! ભાઈ, આ બધું મા નર્મદાની કૃપા છે.'
'દાન સારું મળતું હશે ને?'
'ભાઈ, અમે દાન નથી લેતા. મારા બે દીકરા બહુ સારું કમાય છે. તે જ બધો ખર્ચ આપે છે. હું વાનપ્રસ્થમાં આવી પછી અહીં જ રહું છું. મેં બે વખત પરિક્રમા કરી છે. અહીં કામ કરતા લગભગ દરેક સેવકે પણ પરિક્રમા કરી છે એટલે પરિક્રમાવાસીઓને પડતી મુશ્કેલીઓ અમે સૌ સારી રીતે સમજી શકીએ છીએ.'
સોમેશ અઢળક દાન મળવા છતાં સારી સગવડ ન આપતા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ સાથે દાન વિના ચાલતા માઇના આશ્રમની સરખામણી કરી રહ્યો.
******************
'નર્મદે હર! સોમા, બધું બરાબર ને?' અંકલેશ્વર નોકરી કરતા સોમેશના બાળ મિત્ર અબ્દુલનો ફોન આવ્યો.
'નર્મદે હર! તને મળવા આતુર છું.'
'હું પણ આતુર છું. તું આપણા ગામમાં રોકાયો અને મંદિરમાં ભજન કિર્તન કર્યાં તે જાણ્યું.'
'હા તને બહુ યાદ કર્યો હતો.'
'આપણે કાલે જ મળીએ છીએ. કાલે તું સકીનામાસીના ગામમાંથી પસાર થવાનો છે. ભોજનપ્રસાદ એમના ઘરે લેજે. હું પણ ત્યાં આવીશ.'
સોમેશ અબ્દુલના સકીનામાસીના ઘરે ગયો. ત્યાં અબ્દુલ મળ્યો. બંને મિત્રો ભાવવિભોર થઈ ગયા.
'બેટા, તું નાનો હતો ત્યારે તને મેં બનાવેલ ખીર બહુ ભાવતી. આજે એવી જ ખીર બનાવી છે.'
'વાહ માસી. ઘણા વર્ષે તમારી ખીર ખાધી.'
'યાર અબ્દુલ, આજે આ ગામમાં બધું બદલાતું જતું હોય એવું લાગે છે. બાળકો અને વડીલો અમને પરિક્રમાવાસીઓને ઉમળકાથી નર્મદે હર કહેતા હતા પરંતુ યુવાનો તો સામે પણ નહોતા જોતા.'
'હા યાર. નવી પેઢી સોશિયલ મીડિયામાં ખોટા લોકો સાથે સંપર્કમાં આવી ગેરમાર્ગે દોરાય છે.'
'મને ભવિષ્ય ખરાબ દેખાય છે. એક વર્ગની વસ્તી વધતી જાય છે તે ચિંતાજનક છે. પછી પરિક્રમા માટે પણ મુશ્કેલી વધારશે.'
'હા મને પણ એવો જ ડર લાગે છે.'
'ભવિષ્યમાં આવા વિસ્તારના મંદિરો પર પણ ખતરો થઈ શકે.'

'સોમા એવું થઈ શકે પણ મા નર્મદા રક્ષણ કરશે. ઇતિહાસ ગવાહ છે કે ભૂતકાળમાં આવું બન્યું ત્યાં મા નર્મદાએ પરચો બતાવી સાન ઠેકાણે લાવી દીધી હતી. પેલા જાણીતા સ્થળે મંદિર પડાવી લીધું હતું પછી માએ રૌદ્ર સ્વરૂપ બતાવી વારંવાર નુકસાન કરી સજા કરી હતી. પછી મંદિર ફરી ખોલવું પડયું.'
'આપણે આશા રાખીએ કે ભાઈચારો રહે.'
હેલો વર્લ્ડ,
નર્મદે હર!
એક સદીના અંતરાલની ચાર પેઢીની નર્મદા પરિક્રમા
તુષાર અંજારિયા
૧૮ પરિક્રમા ૨૦૨૫
સોમેશે માહેશ્વર ઘાટ પર સ્નાન કરી પુણ્યશ્લોક દેવી અહલ્યા બાઈને યાદ કર્યાં. શિવભક્ત દૂરંદેશી સન્નારીએ નર્મદા પરિક્રમા નહીં કરી હોય કારણકે ઇતિહાસમાં એનો કોઈ ઉલ્લેખ નથી.
'દેવી અહલ્યા બાઈ એમણે કરેલા કાર્યોથી ભારતીય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. જો હું મારી દીકરી નર્મદાનો ઉછેર કરી શક્યો હોત તો એને અહલ્યા બાઈ જેવા કામો કરવાની શીખ આપેત.'
જબલપુરની નર્મદા આરતીમાં ભાગ લઈને સોમેશ નર્મદામય થઈ ગયો.
એક દિવસ હવામાન પલટાયું અને માવઠું થયું. રસ્તા કીચડવાળા થઈ ગયા એટલે ચાલવાની ઝડપ ઘટી ગઈ. અંધારું થવા લાગ્યું અને વરસાદ ચાલુ હતો. સોમેશ આગળ એક આશ્રમમાં રોકાવા માંગતો હતો પણ ત્યાં પહોંચવું મુશ્કેલ લાગતું હતું. થોડે આગળ એક નાનું ગામ આવ્યું પણ ત્યાં ઓછી વસ્તી લાગી. એક નાના ઘર પાસે ઉભેલા માણસે સોમેશને બોલાવ્યો.
'નર્મદે હર! ભાઈ, હવે ચાલવામાં જોખમ છે. તમે અહીં જ રોકાઈ જાવ.'
સોમેશ તેના ઘરમાં ગયો. ગરીબી નજરે પડતી હતી. એક યુવાન સ્ત્રી અને બે બાળકો હતાં.
થોડી વારમાં બે પરિક્રમાવાસી સ્ત્રીઓ પણ ત્યાં આવી. એક વૃદ્ધ અને એક મધ્યમ વયની હતી.
સાવ નાના ઘરમાં સંખ્યા વધી ગઈ.
ઘરની ગૃહિણીએ રસોઈ બનાવી. ખીચડી શાક બનાવ્યા તે આટલા બધા માટે પૂરતા ન લાગ્યા.
'તમે અમારા અતિથિ છો. તમે બાળકો સાથે જમવા બેસી જાવ.'
'બહેન તમે બાળકોને જમાડો પછી આપણું જોઈશું.'
'તમે પરિક્રમાવાસી જમી લેશો પછી જ અમે જમીશું.'
સોમેશ વિચારી રહ્યો 'ક્યાં આટલી ગરીબીમાં પણ આવો ઉમદા ગુણ ધરાવતી આ ગૃહિણી અને ક્યાં બધું હડપ કરી લેવાની વૃત્તિ ધરાવતી લ્યુસી! ગરીબ અને અભણ લોકોના ઉચ્ચ સંસ્કાર ભારતનું ભવિષ્ય સુરક્ષિત રાખશે. આ લોકો જ ભારતની સાચી ઓળખ છે.'
'તમે બે સ્ત્રીઓ સાવ એકલી પરિક્રમા કરો છો તો બીક નથી લાગતી? ઘણી સ્ત્રીઓ એકલી હોય છે. યુવાન સાધ્વીઓ પણ હોય છે.' સોમેશે પૂછ્યું.
'ભાઈ, તમારા શહેરોમાં સ્ત્રીઓ સુરક્ષિત છે?'
'ના બિલ્કુલ નહીં.'
'પરિક્રમામાં સ્ત્રીઓ સુરક્ષિત છે. મા રક્ષા કરે છે.'
નાના ઘરમાં જગ્યા ન હોવાથી ઘરધણી બહાર સૂવા ગયો. સોમેશને ત્રણ સ્ત્રીઓ નજીક સૂવામાં સંકોચ થતો હતો.
'ભાઈ, પરિક્રમા કરો છો અને સ્ત્રી પુરુષમાં ભેદ જુઓ છો?' માજીએ સોમેશને ટપાર્યો.
સોમેશ વિચારી રહ્યો 'માજીની વાત તો સાચી છે. પરિક્રમામાં સ્ત્રીઓ પુરુષ સમોવડી લાગે છે. પેલી બે યુવતીઓ તો પુરુષને પણ પાછા પાડી દે તેવી સાહસિક છે. તો પડછંદ દેખાતા સાધુ માતા જેવી પ્રેમાળ લાગણીથી પરિક્રમાવાસીઓને જમાડે છે. શૂલપાણિ ઝાડીમાં ભીલ લોકોને સુધારનાર લખનબાબા તો અર્ધ નારીશ્વર તરીકે ઓળખાતા.'
રાતે ઠંડા પવનથી ઠંડી વધી ગઈ. બહાર સૂતેલો ઘરધણી આખી રાત ઉધરસ ખાતો હતો. સવારે સોમેશે તેનું સ્વેટર તેને આપ્યું.
સોમેશ આગળ ચાલ્યો ત્યારે વરસાદ નહોતો પણ ઠંડી વધી ગઈ હતી. થોડે આગળ એક જગ્યાએ કેટલાક સાધુઓ તાપણું કરી બેઠા હતા.
'નર્મદે હર! આવો ભાઈ, થોડો તાપ લ્યો.'
સોમેશને ઘણી રાહત થઈ. સાધુઓએ ગરમ ચા પાઇ અને નાસ્તો આપ્યો. એક સાધુએ તેનો કામળો ઓઢાડ્યો.
સોમેશ ભાવુક બની ગયો 'સાધુઓ ભિક્ષા લેવાને બદલે આપી રહ્યા છે!'
તેને 'ગાઈડ'ના દેવઆનંદને સાધુઓએ કામળો ઓઢાડ્યો તે સીન યાદ આવી ગયો.
તે ગણગણ્યો
'કહેતે હે જ્ઞાની દુનિયા હે ફાની, પાની પે લિખી લિખાઇ!'
તે સાથે આ ગીતનું મુખડું પણ ગાયું
'વહાં કૌન હે તેરા મુસાફિર જાયેગા કહાં!'
'લ્યુસી તો નર્મદાને મારાથી દૂર રાખવા માંગે છે. હવે અમેરિકામાં મારું કોણ છે? મારે ત્યાં શું કામ રહેવું? અહીં ભારતમાં રહી ઘણું કરી શકું.'

૧૯
'ભારતમાં વિકાસની મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે. શહેરોમાં લાખો વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ પણ પૂરો કરતા નથી. ગામડામાં તો વધારે ખરાબ સ્થિતિ છે. ગામડામાં દલિતો સાથે દુવ્યર્વહાર થાય છે. લાખો છોકરીઓ પ્રાથમિક શિક્ષણ પછી અભ્યાસ નથી કરતી. જ્યાં કાયદાનો કડક અમલ નથી થતો ત્યાં છોકરીઓને વહેલી પરણાવી દેવાય છે. એમને દબાઈને રહેવું પડે છે. અશિક્ષિત લોકોને ત્યાં હજી પણ પુત્રની લ્હાયમાં પાંચ છ દીકરીઓ હોય છે. અસંખ્ય છોકરીઓનું જીવન સપનાં વિનાની ખાલી રાત જેવું છે.'
'આપણે એઆઈની વાતો કરવા લાગ્યા છીએ પરંતુ કરોડો લોકો સામાન્ય ટેકનોલોજીથી પણ અજાણ છે. દેશનો એક વર્ગ ટેકનોલોજીથી સજ્જ થઈ સમૃદ્ધ થતો જાય અને મોટી સંખ્યાના લોકો એમનાથી દબાયેલા રહે એવી પરિસ્થિતિ સર્જાઈ શકે.'
'સમાજના ઘણા વર્ગો સનાતન ધર્મ વિષે સાચી સમજ નથી ધરાવતા. જાત જાતના માતાજી અને પોતાનાં નક્કી કરેલા ભગવાનને પૂજે છે. ભવિષ્યમાં શિક્ષિત વર્ગની વસ્તી ઘટી ગઈ હશે અને આવા લોકોની બહુમતી હશે ત્યારે સનાતન ધર્મની સાચી ઓળખ રહેશે?'
'શિક્ષિત સભ્ય વર્ગની નવી પેઢીમાંથી માતૃભાષા વિસરાતી જાય છે. ભવિષ્યની પેઢીઓ સંસ્કૃતિ અને પરંપરાથી વિમુખ થતી જશે. આપણે જેમને અભણ અને પછાત કહીએ છીએ એમની નવી પેઢી જ એમની સમજ પ્રમાણે સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરતી હશે. ભવિષ્યમાં પરિક્રમા જેવી પરંપરા આ લોકો જ જાળવતા હશે. શિક્ષિત સભ્ય વર્ગ વિશ્વમાં ઇન્ડિયાનું નામ રોશન કરે છે અને સામાન્ય વર્ગ ભારતની સાચી ઓળખ જાળવી રાખે છે.'
'હું ભારતમાં રહીને મારાથી શક્ય હોય એટલું કરું. તકવંચિતો નવી ટેકનોલોજી સાથે સમન્વય સાધી રહી શકે અને સાથે સાથે સંસ્કૃતિ અને પરંપરાનું યોગ્ય રીતે જતન થાય તે માટે પ્રયત્ન કરું.'
સોમેશની પરિક્રમા પૂર્ણ થવામાં હતી ત્યારે ડિવોર્સની ફાઈનલ પ્રોસિજરની તારીખ કહેવા લ્યુસીનો ફોન આવ્યો. સોમેશના વધેલા વાળ, દાઢી જોઈ તે ચીસ પાડી ગઈ.
'ઓહ ગોડ! તું તો મોન્ક બની ગયો છે. સારું છે હું તારાથી છુટી થાઉં છું. તું મારી દીકરીથી દૂર જ રહેજે.'
સોમેશ પરિક્રમા પૂર્ણ કરી બોસ્ટન ગયો. લ્યુસી તેને નર્મદાને મળવાની ના જ પાડતી હતી.
'તારો પડછાયો પણ ન પડવો જોઈએ. તું એનાથી દૂર રહીશ તો જ તે સારી લાઈફ અને કરિઅર બનાવી શકશે.'
'લ્યુસી, મને એક વાર નર્મદાને જોઈ લેવા દે. હું તો કાયમ માટે ભારત જાઉં છું. આઈ પ્રોમિસ તેને ફરી ક્યારેય નહીં મળું.'
'ઠીક છે. થોડી વાર મળી લે.'
નર્મદા સોમેશને વળગી પડી. તેની જાત જાતની વાતો કહેવા લાગી. સોમેશ તેની પર વહાલ વરસાવતો રહ્યો.
'નેન્સી, ટાઈમ ટુ ગો.'
'નેન્સી??!!'
'હા હવે તે નેન્સી જ્યોર્જ છે.'
સોમેશ સ્તબ્ધ થઈ ગયો.
લ્યુસી નર્મદાનો હાથ ખેંચી લઈ જવા લાગી.
સોમેશ ચોધાર આંસુએ રડતાં નર્મદાને માથે હાથ મૂકી બોલ્યો,
'બેટા નર્મદા, ખૂબ પ્રગતિ કરજે.
નર્મદે હર!
નર્મદે હર!
નર્મદે હર!'
***************
'વિ આર નિયર અવર ડેસ્ટિનેશન.'
લિન્ડાએ કહ્યું અને નેન્સીએ ઝબકીને જોયું. તેના ચહેરા ઉપર ગમગીની હતી.
લિન્ડા વિચારવા લાગી 'શું સાચી હકીકત જાણ્યા પછી નેન્સી તેના પિતાને માફ કરી દેશે? પિતા સાથે સંબંધ રાખશે?'
'હું નેન્સીને જાણું છું તે મુજબ તો તે પિતા સાથે નવેસરથી કોઈ સંબંધ નહીં રાખે. બાકી મનુષ્યના હ્રદયની લાગણી સમજવા અમે હ્યુમેનોઇડ હજી અસમર્થ છીએ.'

૨૦
અત્યાર સુધીની વાતનો સંક્ષેપ:
માર્ચ ૨૦૮૦. વિશ્વની સૌથી ધનિક મહિલા અને ત્રીજા ક્રમની ધનિક વ્યક્તિ સાઈઠ વર્ષની અમેરિકન ટેકનોક્રેટ નેન્સી જ્યોર્જએ તેની કંપનીની નવી પ્રોડક્ટ લોન્ચ કરતાં વિશ્વ મિડિયાને કહ્યું, 'મારો સમય હવે જ શરૂ થાય છે. યુ વિલ સી મી ક્રિએટિંગ વન્ડર્સ.' આ દિવસોમાં તેને સૂતાં ઉઠતાં 'નર્મદે હર'ના ભણકારા થતા. તેના ભારતીય ગુજરાતી પિતા સોમેશ જોશી તેને બાળપણમાં આવું કહેતા. તેના પિતા તે છ વર્ષની હતી ત્યારે ભારત જતા રહ્યા હતા. તેની માતા લ્યુસીએ તેને એવું કહ્યું હતું કે તેના પિતા મોન્ક બની ગયા છે અને એમને છોડી ભારત જતા રહ્યા છે.
નેન્સીનો પિતા સાથે કોઈ સંપર્ક નહોતો કારણ કે તે એવું જ માનતી હતી કે તેઓ મોન્ક બની બધા સંબંધ છોડી ગયા છે. બે દિવસ પહેલાં ઇન્ડિયાના સોમ નર્મદા ફાઉન્ડેશનમાંથી તેને મેસેજ આવ્યો કે એના ફાધરની કન્ડિશન સીરિઅસ છે. આટલા વર્ષો પછી અચાનક પિતા રિલેટેડ ન્યુઝ આવ્યા એટલે તેનું મગજ ચકરાવે ચડી ગયું. કેટલીક જૂની મેમરી રિફ્રેશ થઈ અને સબ કૉન્શ્યસ માઈન્ડમાંથી 'નર્મદે હર'ના ભણકારા થયા.
નેન્સીએ સોમ નર્મદા ફાઉન્ડેશનમાં કોન્ટેક્ટ કર્યો તો જાણવા મળ્યું કે સોમેશ જોશી મોન્ક નથી. ૯૦ વર્ષે ગુજરાતના નર્મદા કિનારે સોમ નર્મદા ફાઉન્ડેશનમાં છે.
નેન્સીએ એમનો સંપર્ક કર્યો પરંતુ તેઓ પથારીવશ હતા અને વીડિયો કૉલમાં કોઈ વાત સમજી શકતા નહોતા. નેન્સીએ પિતાને રૂબરૂ મળવા વિચાર્યું. તે પિતા પ્રત્યે ગુસ્સે હતી કે તેઓ એને છોડી જતા રહ્યા અને આટલા વર્ષો સુધી કોઈ સંપર્ક શું કામ ન કર્યો. નેન્સી પિતા સાથે નવેસરથી સંબંધ રાખવા નહોતી માંગતી. તે માત્ર એક કલાક માટે જ ભારત જવા નીકળી. ચાર્ટર્ડ પ્લેનમાં પાંચ-છ કલાકમાં ભારત જઈ એક કલાક રોકાઈ પાછા ફરવાનો પ્લાન હતો.
આ મુસાફરીમાં તેણે એઆઈ ટેકનોલોજીની મદદથી પિતાના જીવનની વાતો નિહાળી. તેણે જોયું કે તેના પિતા અને પૂર્વજોએ નર્મદા પરિક્રમા કરી હતી. અલગ અલગ સમયગાળામાં કરેલી પરિક્રમાના અનુભવો જાણ્યા. તેણે સાચી હકીકત જાણી કે તેની માતાએ જ પિતાને કોઈ સંબંધ કે સંપર્ક ન રાખવા મજબુર કર્યા હતા.
**************
'આપણે ગુજરાત પહોંચી ગયા છીએ. સામે ભારતના આયર્ન મેન સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટૅટ્યૂ ઓફ યુનિટી દેખાય છે અને ભારતની પવિત્ર નદી નર્મદા!'
નેન્સી ભાવવિભોર થઈ મા નર્મદાને જોઈ રહી. એકવીસમી સદીમાં પર્યાવરણની ઘોર ખોદાઈ ગઈ હોવા છતાં નર્મદા સાવ સુકાઈ નહોતી. પહેલાં જેવું સૌંદર્ય નહોતું રહ્યું પણ ઠસ્સો જળવાઈ રહ્યો હતો.
સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. સૂર્યદેવ નર્મદા નીરમાં ચરણ પખાળી રહ્યા હોય એવું લાગતું હતું.
'સાયંકાળે સૂર્યદેવ ચરણ પખાળી કરે સ્તુતિ
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે
ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે'
'વિ હેવ રીચડ અવર ડેસ્ટિનેશન'
'સાંજે સાતના સમયે બહાર ટેમ્પરેચર ૪૫ ડીગ્રી સેલ્સિયસ છે.'
એક કેમ્પસમાં ઘટાદાર વૃક્ષો વચ્ચે થોડા મકાનો હતા. પ્લેન હેલીકોપ્ટરની જેમ નીચે ઉતરવા લાગ્યું. નેન્સીએ દરવાજા પર બોર્ડ વાંચ્યું. ગુજરાતીમાં 'સોમ નર્મદા ફાઉન્ડેશન' લખ્યું હતું.
પક્ષીઓ રાત્રી વિશ્રામ લેતાં પહેલાં વૃક્ષો પર મીઠો કલરવ કરી રહ્યાં હતાં. મંદિરમાં આરતી શરૂ થઈ ગઈ હતી એનો મધુર ઘંટારવ વાતાવરણને ભકિતમય બનાવી રહ્યો હતો. નેન્સીને આ બધું બહુ ગમ્યું.
'નર્મદે હર! ભારત ગુજરાત સોમ નર્મદા ફાઉન્ડેશનમાં આપનું સ્વાગત છે.' એકલવ્યએ નેન્સીને આવકાર આપ્યો.
એક રોબો કોપે આવીને પ્લેનની ચકાસણી કરી. નેન્સીની પરમિશન તપાસી.
'તમે એક કલાકમાં રિટર્ન થાવ છો?'
'હા.'
લિન્ડા ચમકી. 'મારું એનાલિસીસ સાચું છે. નેન્સી એના પિતા સાથે નવેસરથી કોઈ સંબંધ નહીં રાખે.'
ફાગણ પૂર્ણિમાનો ચંદ્રોદય થયો અને નર્મદાના નીર ઉપર ચાંદની પથરાઈ. રેવા રૂપેરી ઓઢણી ઓઢી નાની બાળકીની જેમ ઉછળ કૂદ કરતી હોય એવું લાગ્યું.
રાતે તું ઉછળતી રેવન્તી બાળલક્ષ્મી મા રેવા!

૨૧
'ચાલો ડેડને મળવા જઈએ.' નેન્સીએ એકલવ્યને કહ્યું.
'અત્યારે હોળી પ્રગટાવવાનો સમય થયો છે. થોડા સમય બાદ જઈએ.'
નેન્સીએ હોળી વિષે જાણકારી મેળવી.
કુદરતી રીતે મળેલા લાકડાં અને છાણમાંથી હોળી પ્રગટાવવામાં આવી.
લોકો હોળી આસપાસ પ્રદક્ષિણા કરતા હતા. એક નાની છોકરી નેન્સી પાસે હસતી હસતી આવી. તે ચંપલ ઉતારી હોળી સામે આંખ મીંચીને હાથ જોડી ઉભી રહી. નેન્સી તે શું કહેવા માંગે છે તે સમજી ગઈ. નેન્સીએ તેના શૂઝ કાઢ્યા અને હોળી સામે આંખ મીંચીને હાથ જોડયા.
'જલ્દી દોડો. દાદાને કાંઈક થાય છે.' એક મકાન તરફથી ચીસ સંભળાઈ.
'લેટ અસ ગો. તમારા પિતા...' એકલવ્ય નેન્સી તરફ જોઈ બોલ્યો અને ઝડપથી ચાલવા લાગ્યો.
નેન્સી શૂઝ પહેર્યા વગર દોડી. લોકો એકઠા થયા હતા તે રૂમ પાસે જઈ દરવાજે થાક ખાવા ઉભી. સામે પલંગ ઉપર તેના પિતા સોમેશ સૂતા હતા. તેના શ્વાસ અનિયમિત ચાલતા હતા. સોમ નર્મદા ફાઉન્ડેશનના અધ્યક્ષ વિવેક કાંઈક બોલતા હતા અને તેની સાથે લોકો પણ બોલતા હતા. તેઓ મહા મૃત્યુંજય મંત્ર બોલતા હતા.
નેન્સી સોમેશના ઓશીકા પાસે બેસી ગઈ.
'ડેડ વાય્ ડીડ યુ ડુ ધિસ વિથ મી? વૉટ વોઝ માય ફોલ્ટ?'
'મારી સાથે આવું કેમ કર્યું? મારો શું વાંક હતો?'
સોમેશના શ્વાસ ધીમા પડવા લાગ્યા.
નેન્સીએ સોમેશનો હાથ લઈ પોતાના માથે મૂક્યો.
'ડેડ પ્લીઝ સે સમથિંગ.
ડેડ સે
નર્મદે હર!
નર્મદે હર!
નર્મદે હર!'
સોમેશનો હાથ સરકીને નેન્સીના ખોળામાં પડ્યો.
વિવેક સોમેશની અધખૂલી આંખ બંધ કરી બોલ્યા, 'ઓમ શાંતિ શાંતિ શાંતિ!'
નેન્સી સોમેશની છાતી પર ઢળી પડી જોરથી રડવા લાગી. વાતાવરણ એકદમ ગમગીન બની ગયું. નેન્સી રડતી રહી.
તેનો ફોન રણકયો પણ તેણે ધ્યાન ન આપ્યું.
'નેન્સી, ધે આર આસકિંગ વેન વી આર લિવિંગ?'
નેન્સીએ ઊંચું જોયું.
'કાલે સવારે તમારા પિતાના અંતિમ સંસ્કાર કરીએ. તમે હાજર હો તો સાંજે પ્રાર્થના સભા કરીએ. તમે કાલે સાંજ સુધી રોકાઈ જાવ.' વિવેકે કહ્યું.
નેન્સીએ હા પાડી.
વાયુવેગે સમાચાર વિશ્વમાં ફેલાયા. વિશ્વના નેતાઓ અને નામાંકિત વ્યક્તિઓના શોક સંદેશ આવવા લાગ્યા. બાવીસમી સદીના ઉંબરે ઉભેલા વિશ્વના લોકોને પારકી પંચાતમાં રસ નહોતો પણ ખણખોદ કરવાનો માનવ સ્વભાવ અકબંધ હતો. નેન્સી જ્યોર્જના પિતા ભારતીય હતા, તેઓ પંચાવન વર્ષથી મળ્યા નહોતા, અચાનક નેન્સી એમને મળવા ગઈ અને એની સામે પિતાએ અંતિમ શ્વાસ લીધા આવી બધી વાતોમાં લોકોને રસ પડ્યો.
નેન્સી જ્યોર્જના પિતા સોમેશની અંતિમવિધિમાં દેશના અગ્રણી લોકો હાજર રહ્યા.
બપોરે નેન્સી પિતાના રૂમમાં બેસી નર્મદા સામે તાકી રહી હતી. બપોરે નર્મદા રૂમઝૂમતી નવયૌવના દીસતી હતી.
થોડે દૂર નાના બાળકો સૂનમૂન ઉભા હતા અને ગઇકાલે હોળી વખતે નેન્સી પાસે આવેલી છોકરી સાથે એકલવ્ય વાત કરતો હતો.
'શું થયું?'
'આજે ધૂળેટી છે. બાળકો રંગોથી રમવા ઉત્સાહિત હતા પરંતુ ગુરુજીનું નિધન થયું એટલે રમવાની ના પાડે છે. હું સમજાવું છું કે તેઓ તો દીર્ઘાયુષ્ય ભોગવી વિદાય પામ્યા છે. એમના માટે બાળકોએ શોક ન પાળવાનો હોય.'
'સાચી વાત છે. હું આટલે દૂરથી આવી છું. મારી સાથે રંગોથી નહીં રમો?'
બાળકો ઉત્સાહમાં આવી ગયા અને નેન્સી સાથે ધૂળેટી રમ્યા. સંકુલના લોકો નેન્સીને આદરભાવથી જોઈ રહ્યા.

૨૨
વિવેક અમુક લોકોને સૂચના આપતા હતા. નેન્સી ત્યાં ગઈ.
'અમે અહીં તેર દિવસ ગુરુજીના આત્માની ઉર્ધ્વગતિ માટે પ્રાર્થના કરશું. તમે પણ ત્યાં પ્રેયર કરજો. પછી ચૈત્ર બેસતાં ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થશે એટલે અમે સૌ એની તૈયારી કરીએ છીએ તેની સૂચના આપતો હતો.'
'ઉત્તરવાહિની પરિક્રમા?'
'મેં તમને તમારા પિતાના જીવનની વિગતો જોવા આપી હતી તે તમે જોઈ હશે તો તમે નર્મદા પરિક્રમા વિષે જાણ્યું હશે. ઉત્તરવાહિની પરિક્રમા એ ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા છે.'
'જ્યારે નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે તે પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે. ઉત્તરવાહિની નદીનું ધાર્મિક મહત્વ ઘણું છે. નર્મદા નદી લગભગ છ કિ.મી. સુધી ઉત્તર દિશામાં વહે છે. ત્યાં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે. ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે.'
'આશરે ત્રણ હજાર કિ.મી.ની સંપૂર્ણ પરિક્રમા કરવાનું બધા માટે શક્ય ન હોવાથી શ્રદ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.'
'ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા લગભગ ૧૪ કિ.મી.ની હોય છે જે થોડા કલાકોમાં જ થઈ શકે છે. અગાઉ પૂર્ણ પરિક્રમા મોટે ભાગે શ્રમજીવી વર્ગ કરતો કારણકે તેઓ તેના માટે સક્ષમ હોય છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તો શહેરી લોકો પણ કરી શકે છે એટલે વર્ષો પહેલાં તો લાખો લોકો આ પરિક્રમા કરતા. બદલાતી પેઢીઓમાં સંખ્યા ઘટતી ગઈ છતાં આજે સેંકડો લોકો આ પરિક્રમા કરે છે.
પર્યાવરણના થતા નુકસાનને કારણે હવે ચૈત્રમાં અસહ્ય ગરમી હોય છે. લોકો વહેલી પરોઢે પરિક્રમા શરૂ કરી ગરમી વધે તે પહેલાં પૂરી કરી લે છે.'
'આપણે અહીં ઉત્તરવાહિની પરિક્રમા કરતા લોકોને ચા નાસ્તો, ભોજન અને આરામ કરવાની સગવડ આપીએ છીએ.'
'ઇન્ટરેસ્ટિંગ. હું પણ ઉત્તરવાહિની પરિક્રમા કરતા લોકોને મળવા માંગુ છું. હું અહીં રોકાઈ જાઉં છું. બધા સાથે ડેડ માટે પ્રેયર કરીશ. એકલવ્ય મને ગુજરાતી શીખવે. હું લોકો સાથે ટ્રાન્સલેટર વગર વાત કરીશ. તમારી પ્રેયર પણ સમજવી છે.'
'એ તો ઘણું સારું. દરેક પ્રાર્થના અને શ્લોકોના યોગ્ય અર્થ હોય છે. તે સમજશો તો દિવ્ય આનંદ મળશે.'
નેન્સી ગુજરાતી શીખવા લાગી. પ્રાર્થના અને શ્લોકો વિષે પણ સમજ મેળવવા લાગી.
'તમારા પિતાએ ગ્રામીણ અને આદિવાસી પ્રજાને પ્રાર્થના અને શ્લોકો શીખવાડી સનાતન ધર્મના સાચા સંસ્કાર આપ્યા છે.'
'ડેડ અહીં પાછા આવી શું કરતા હતા? મને સાવ ભૂલી ગયા તે વાતનું દુઃખ રહેશે.'
'ગુરુજીએ ભારત આવી એન્જિનિયરીંગ કોલેજમાં એઆઈ અને ઉચ્ચ ટેકનોલોજી ભણાવ્યા હતા. તે સમયે એઆઈ નવું જ હતું. ગ્રામીણ વિદ્યાર્થીઓને પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે કદમ મિલાવી કામ કરી શકે તે માટે સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું હતું. આ બધું બદલાતા સમય પ્રમાણે ફેરફાર સાથે ચાલુ જ છે.
ભીલ લોકોના ઉત્થાન માટે પણ ઘણા કામ કર્યા છે. એકલવ્ય ભીલ છે. તે બાળપણથી અહીં જ છે. તે ટેકનોલોજી સાથે સંસ્કૃતમાં પારંગત છે. ગુરુજી આ બધા સાથે નૈતિક મૂલ્યો જાળવી રાખી સનાતન ધર્મની સાચી સમજ મળે તે માટે કાર્ય કરતા હતા.'
'એકવીસમી સદી આગળ વધતી ગઈ તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ. પહેલાંના ભદ્ર સમાજ - એલીટ વર્ગની સંખ્યા ઘટવા લાગી. નવી પેઢી સનાતન ધર્મ અને સાંસ્કૃતિક પરંપરા બાબતે જાણે નિરસ બની રહી. સામાન્ય વર્ગ એમની પોતાની રીતે ધર્મ પાલન કરવા લાગ્યા. પોત પોતાના દેવ દેવીને મહત્ત્વ આપવા લાગ્યા. છેલ્લા ત્રણ ચાર દાયકાથી ભારતમાં સાચા સંતો લોકોને સનાતન ધર્મ પ્રત્યે સાચી સમજ આપી એક સૂત્રે રાખવા સતત પ્રયત્ન કરે છે. ગુરુજી પણ આ માટે છેવટ સુધી કાર્યરત રહ્યા હતા.'
'ડેડ એમના દેશ માટે સારા કાર્યો કરતા હતા તે માટે ગર્વ થાય છે પરંતુ મારાથી દૂર જ રહ્યા તેનું દુ:ખ રહેશે.'
'તેઓ તમારી પ્રગતિ જોઈ આનંદ સાથે ગર્વ અનુભવતા. તમે જાણી ચૂક્યાં છો કે કયા કારણોસર તેઓ તમારા સંપર્કમાં ન રહ્યા. એમને ખાતરી હતી કે એક દિવસ તમે સાચી હકીકત જાણી અહીં આવશો.'

૨૩
'હું ડેડના કાર્યોમાં રસ લેવા માંગું છું અને મારા પૂર્વજોના દેશ અને લોકો માટે કોઈ રીતે ઉપયોગી થવા માંગું છું. પરંતુ હું ભારત દેશ વિષે જરૂર પૂરતી જ સમજ ધરાવું છું. સનાતન ધર્મ વિષે લગભગ કશું જ નથી જાણતી. હું સાવ અલગ જીવન જીવું છું. માંસાહાર, આલ્કોહોલ મારા રોજીંદા જીવનના ભાગ છે. એકદમ ફ્રી લાઈફ જીવું છું. અમારી પેઢી લગ્ન સંબંધમાં ખાસ માનતી નથી.અત્યાર સુધીમાં અલગ અલગ ઉંમરે ત્રણ પુરુષો સાથે લીવ ઈનમાં રહી છું. હ્યુમેનોઇડ સાથે પણ રહી છું. હું ડેડના કાર્યો માટેની લાયકાત નથી ધરાવતી.'
'તમારા દેશમાં જે સાહજીક છે તેવું તમારું જીવન રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. તમે સનાતન ધર્મને સમજી નૈતિક મૂલ્યો અપનાવી જુઓ. શક્ય છે કે તમને તે વિશેષ પસંદ આવે અને આંતરિક સમૃદ્ધિ મળે. અહીં પણ છેલ્લા થોડા દાયકાઓથી એલીટ વર્ગના લોકો આવી ફ્રી લાઈફ જીવતા થયા છે. એમને પણ સાચી રાહ ચીંધી શકો.'
'હું ચોક્કસ મારાથી શક્ય હશે તે કરીશ.'
ચૈત્રમાં ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઈ. નેન્સી સૌ સાથે પરિક્રમા કરતા લોકોની આગતા સ્વાગતામાં જોડાઈ. લોકો સોમેશના નિધનથી વ્યથિત હતા પરંતુ નેન્સી જ્યોર્જની હાજરીથી રોમાંચ અનુભવતા હતા.
નેન્સી લોકો સાથે વાતચીત કરી એમના વિચારો જાણી રહી હતી. થોડા દિવસ પછી નેન્સીએ પણ ઉત્તરવાહિની પરિક્રમા કરી. લોકો સાથે ચાલતાં વિશેષ અનુભવ મેળવ્યો.
નેન્સીએ જોયું કે એલીટ વર્ગના કહી શકાય એવા લોકો ઓછા હતા. જેમના પૂર્વજો અગાઉ શ્રમજીવી, ખેડૂત હતા એવા લોકો વધારે હતા. પરિક્રમા કરતા મોટા ભાગના લોકોમાં આસ્થા ઓછી હતી. પોતાના પૂર્વજોએ આ પરિક્રમા કરી હતી એટલે તેઓ પણ કરી રહ્યા હતા. યુવાનો પ્રમાણમાં ઓછા હતા. થોડા કલાક જ ચાલવાનું હતું એટલે પિકનીક જેવો માહોલ વધારે હતો.
'વિવેક, નર્મદા મૈયાની પૂર્ણ પરિક્રમામાં પણ ઉત્તરવાહિની પરિક્રમા જેવું જ હોય છે?'
'પૂર્ણ પરિક્રમામાં આવું નથી હોતું. જે લોકો સક્ષમ હોય છે તેઓ જ પૂર્ણ પરિક્રમા કરતા હોય છે. અગાઉ દર વર્ષે અમુક લાખ લોકો પરિક્રમા કરતા. સમયાંતરે સંખ્યા ઘટતી ગઈ. પર્યાવરણના નુકસાનને કારણે ગરમી અસહ્ય થતી ગઈ. અગાઉ નવેમ્બરથી ફેબ્રુઆરી શિયાળાની ઠંડક રહેતી એટલે રોજ ઘણું ચાલી શકાતું. ધીમે ધીમે શિયાળો ટૂંકો થતો ગયો અને ઠંડીના દિવસો ઓછા થતા ગયા. ગરમી વધવા લાગી. ગરમીમાં ચાલવું મુશ્કેલ થતું ગયું. હવે તો શિયાળા જેવું રહ્યું જ નથી. ગરમીમાં પરિક્રમા કરવા સાચી શ્રદ્ધા, મજબૂત મનોબળ અને શારીરિક તાકાત જોઈએ. મોટે ભાગે સાધુ સંન્યાસીઓ જ પૂર્ણ પરિક્રમા કરે છે. બાકી તો જેમના પૂર્વજો અગાઉ શ્રમજીવી, ખેડૂત હતા એવા લોકો પરિક્રમા કરે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ખેતી, પશુપાલન જેવા વ્યવસાય કરતા લોકો પરિક્રમા કરે છે.
હવે એલીટ વર્ગના બહુ ઓછા લોકો પૂર્ણ પરિક્રમા કરે છે. બાવીસમી સદીએ પહોંચેલી નવી પેઢીને આમાં ખાસ રસ નથી અને આ બાબતે સમજણ પણ નથી.'
'મારા ડેડ અને પૂર્વજો નર્મદા પરિક્રમા કરી ચૂક્યા છે. મારે અત્યારના પરિક્રમાવાસીઓને મળવું છે.'
'ડિસેમ્બરમાં પરિક્રમાવાસીઓ અહીં આવશે. આપણે એમને રહેવા, ભોજનની સગવડ આપીએ છીએ. પરિક્રમાવાસીઓની સેવાનો લાભ લઈએ છીએ.'
'હું ડિસેમ્બરમાં આવીશ. તમારી સાથે હું પણ સેવામાં જોડાઈશ.'
નેન્સી ડિસેમ્બરમાં પરત આવી. લગભગ રોજ પરિક્રમાવાસીઓ આવવા લાગ્યા હતા. સોમ નર્મદા ફાઉન્ડેશનનું સંકુલ 'નર્મદે હર' ના નાદથી ભક્તિમય બની જતું. નેન્સી પરિક્રમાવાસીઓ માટેનાં સેવા કાર્યોમાં જોડાઈ. વિશ્વએ તેની નોંધ લીધી. સૌને નર્મદા પરિક્રમામાં રસ પડ્યો. દેશમાંથી સંતો નેન્સીને મળવા આવવા લાગ્યા.
'હેલો નેન્સી, હું અમિત શ્રીવાસ્તવ. આપણે ત્રણ ચાર વાર મળ્યા છીએ. હું સ્પેસ સાયન્ટિસ્ટ હતો.'
'ઓ હાય અમિત! તમે અહીં?'
'હું રિટાયર્ડ થઈ ભારત પાછો ફર્યો છું. યુવા પેઢીને સનાતન ધર્મ વિષે સાચી સમજ આપવા કાર્યશીલ લોકો સાથે કામ કરી રહ્યો છું. હિંદુઓમાં જે ભદ્ર સમાજ હતો તેની વસતી ઘણી ઘટી ગઈ છે. વર્ષોથી નવી પેઢીને ધર્મ અને સાંસ્કૃતિક પરંપરામાં ખાસ રસ નથી. અન્ય વર્ગ એમની પોતાની રીતે ધર્મ પાલન કરવા લાગ્યા છે. પોત પોતાના દેવ દેવીને મહત્ત્વ આપવા લાગ્યા છે. અમે સૌને સનાતન ધર્મ પ્રત્યે સાચી સમજ આપી એક સૂત્રે રાખવા પ્રયત્ન કરીએ છીએ.'
'તમારા જેવી વિશ્વની સફળ નામાંકિત વ્યક્તિ આ રીતે નર્મદા પરિક્રમામાં રસ લઈ પરિક્રમાવાસીઓ સાથે જોડાઈ રહી છે તેનાથી અમને ઘણી આશા બંધાઈ છે. તમારું કાર્ય નવી પેઢીને આપણા સંસ્કાર વારસા પ્રત્યે જાગૃત કરશે. તમે પ્રેરણારૂપ બન્યાં છો.'
'હું કોઈ પણ રીતે મારા પૂર્વજોના દેશ અને ધર્મ માટે ઉપયોગી થઈ શકું તો તે મારું સૌભાગ્ય ગણીશ.'
'તમે સૌને આપણા સંસ્કાર વારસા અને સાંસ્કૃતિક પરંપરામાં રસ લેવા અપીલ કરી શકો. તમારા શબ્દોની ચોક્કસ અસર થશે.'
નેન્સી ખળખળ વહેતા નર્મદા નીર સામે જોઈ બોલી,
'હું નર્મદા પરિક્રમા કરીશ.'
'તમે પરિક્રમા કરશો!?'
'હા. મારા પૂર્વજોએ પરિક્રમા કરી હતી તે પરંપરા હું જાળવીશ અને તે દ્વારા જ નવી પેઢીને સંદેશ આપીશ.'

૨૪
નેન્સીએ બીજા વર્ષે પરિક્રમા કરવાનું આયોજન કર્યું.
'તમે સંપૂર્ણ પરિક્રમા કરી શકશો? અહીંની ગરમીમાં આટલું ચાલવું મુશ્કેલ છે. દર વર્ષે અમુક કિલોમીટરની ખંડ પરિક્રમા કરી શકાય જેમાં રોજ વહેલી પરોઢે ચાલવાનું શરૂ કરી ગરમી વધે તે પહેલાં કોઈ સ્થળે પહોંચી જવાય.'
'ના વિવેક. મેં ઘણી વાર મેરેથોન કરી છે. મારી શારીરિક ક્ષમતા છે. હું બપોરની ગરમીમાં નહીં ચાલું. ઠંડક માટે સ્પેશીયલ કપડાં પહેરીશ.'
નેન્સીએ પરિક્રમાના માર્ગ વિષે જાણકારી મેળવી. તેને જણાયું કે ઘણા વર્ષોથી અમુક વિસ્તારોમાં પરિક્રમાના માર્ગમાં ફેરફાર થયા છે.
'આ માર્ગ મારા ડેડએ કરેલી પરિક્રમાના માર્ગ કરતાં જુદો છે?'
'હા. કેટલાક કારણોસર માર્ગ બદલવા પડ્યા છે.'
'કયા કારણોસર?'
'અમુક વિસ્તારોમાં હિંદુઓ લઘુમતીમાં આવી ગયા છે. અગાઉ તો બીજી કોમના ખેતરોમાંથી પણ પરિક્રમા થતી. પરંતુ સમયાંતરે હિંદુઓની વસ્તી ઘટતી ગઈ. કટ્ટરવાદી લોકોની અસર નીચે બીજી કોમની નવી પેઢી માથાભારે બનતી ગઈ. એમના ખેતરોમાંથી પરિક્રમા કરવાની ના પાડી દીધી.'
'એમના ખેતરોમાંથી ન ચાલીએ પણ રસ્તા પર તો ચાલી શકાય ને? રસ્તા તો સરકારના છે ને?'
'એમના ગામમાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ પર હિંસક હુમલા થતા હતા એટલે તે ગામમાંથી પરિક્રમા બંધ કરાઈ.'
'પરિક્રમાવાસીઓના રક્ષણની જવાબદારી તો સરકારની કહેવાય ને?'
'હા પણ વોટબેંકના રાજકારણને લીધે સરકારે એમની પર કડક થવાને બદલે પરિક્રમાનો માર્ગ બદલાવી નાંખ્યો.'
'હું અગાઉના મૂળ માર્ગ પર જ પરિક્રમા કરીશ.'
નેન્સીના આ નિર્ણયથી સરકારની કફોડી સ્થિતિ થઈ. નેન્સીને ના પાડી શકાય નહીં. એને કાંઈ થાય તો સરકારની આબરુ જાય. દાદાગીરી કરતા લોકો સામે કડક થાય તો વોટબેંક પર અસર થાય.
સરકારે નેન્સીને તેનો નિર્ણય બદલવા પ્રયત્ન કર્યા પરંતુ નેન્સી મક્કમ રહી. દાદાગીરી કરતા લોકો પણ મૂંઝાયા. મોટા રાષ્ટ્ર સાથે નેન્સી જ્યોર્જના સંબંધ ઘણા સારા હતા. એને કાંઈ થાય તો એમને કોઈ મદદ ન કરે. છેવટે એમના વિસ્તારના મોટી ઉંમરના લોકોએ જાહેર કર્યું કે તેઓ અગાઉના પરંપરાગત માર્ગ પર પરિક્રમા ફરી થાય તો ખુશીથી આવકારશે.
નેન્સીએ ૨૦૮૨ના ડિસેમ્બરમાં પરિક્રમા શરૂ કરી. તેના પિતા સોમેશે વિક્રમ સંવત ૨૦૮૨માં પરિક્રમા કરી હતી. નેન્સીએ ઈ.સ. ૨૦૮૨માં પરિક્રમા કરી.
નેન્સીએ વિશ્વને સંદેશ પાઠવ્યો:
'હેલો વર્લ્ડ, નર્મદે હર!
હું નર્મદા સોમેશ જોશી - નેન્સી જ્યોર્જ.
હું ભારતમાં નર્મદા પરિક્રમા કરી રહી છું. હજારો વર્ષોથી થતી આ પરિક્રમા સનાતન ધર્મની ધરોહર છે જે સંસ્કૃતિ અને સંસ્કાર વારસાનું જતન કરે છે. વિશ્વમાં માત્ર નર્મદા જ એવી નદી છે જેની પરિક્રમા થાય છે. મારા પિતા અને પૂર્વજોએ નર્મદા પરિક્રમા કરી હતી. હું પરિક્રમા કરીને નવી પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માંગું છું. હું મારા અનુભવો શેર કરીશ.'
નેન્સી ઍથ્લીટ હતી એટલે રોજના પચીસ ત્રીસ કિલોમીટર ચાલી શકતી. તે લોકો સાથે સંવાદ કરી ભારતનો પરિચય મેળવતી હતી. લોકો પણ તેને મળીને રોમાંચ અનુભવતા હતા.
હિંદુઓ લઘુમતીમાં હતા એવા વિસ્તારોમાં પરિક્રમા કરતી હતી ત્યારે ત્યાંના વયસ્ક લોકો ઉમળકાથી સ્વાગત કરતા હતા. એમના બાળપણના જૂના દિવસો યાદ કરી નેન્સી સાથે પરિક્રમામાં ઉત્સાહભેર જોડાતા હતા. નેન્સીના પિતા સોમેશના બાળપણના મિત્ર અબ્દુલનો પુત્ર યુસુફ પણ મુંબઈથી આવી નેન્સીને મળ્યો.
આ વિસ્તારોમાં અગાઉના પરંપરાગત માર્ગ પર પરિક્રમા ફરી કરી એટલે સાધુ સંતો અને સનાતન ધર્મ માટે કાર્યરત લોકોમાં અનેરો ઉત્સાહ આવ્યો. સૌને નેન્સીમાં સનાતન ધર્મના નવસર્જનની આશાનું કિરણ દેખાયું.

૨૫
નેન્સીએ પરિક્રમા વિષે લખ્યું:
'હેલો વર્લ્ડ, નર્મદે હર!
મને નર્મદા પરિક્રમામાં અવર્ણનીય અનુભૂતિ થાય છે. પરિક્રમામાં ભારત દેશ અને સનાતન ધર્મનો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ મળે છે.
પર્યાવરણને થતા નુકસાનને કારણે શૂલપાણિ ઝાડી લગભગ ખતમ થઈ ગઈ છે. આપણે પર્યાવરણને વધારે નુકસાન થતું અટકાવી બચાવવું જોઈએ. એક સદી અગાઉ અહીં ભીલ લોકો પરિક્રમાવાસીઓને લૂંટી લેતા. પાછળથી તે બંધ થયું. હવે ભીલ સંસ્કૃતિ લગભગ નાશ પામી રહી છે. ઘણી મોટી ઉંમરના લોકો એમની
પરંપરાગત સંસ્કૃતિ જાળવી રાખવા મથી રહ્યા છે. ભીલ લોકોની નવી પેઢી દેશ વિદેશમાં વસવાટ કરે છે.
હું વહેલી સવારે ચાલવાનું શરૂ કરું છું. બપોર સુધીમાં તો ગરમી અસહ્ય થતી હોય છે. બપોરે ચાલતી નથી. હું ઠંડક આપતા સ્પેશીયલ કપડાં પહેરું છું.
હું કોઈ આશ્રમમાં અથવા ગામમાં રોકાણ કરું છું. લોકો સાથે રહી તેઓ જે ખાતા હોય તે ખાઉં છું. એમની સાથે વાત કરી લોક સંસ્કૃતિનો પરિચય મેળવું છું. મોટી ઉંમરના લોકો અગાઉની વાતો કરી સમયાંતરે થયેલા ફેરફાર વિષે જણાવે છે.
હવે ગામડા જેવું ખાસ કશું રહ્યું નથી. અગાઉ ગામ હતા તેમાં વખત જતાં આધુનિકતા આવી ગઈ. છતાં હજી નદી કિનારે ખેતરો છે. નર્મદા કિનારે આશ્રમો છે. મોટા શહેરોથી દૂર રહી ખેતી કરતા લોકોમાં પરિક્રમા જેવી પરંપરા જળવાઈ રહી છે. ૬૦ વર્ષથી મોટી ઉંમરના લોકોએ સંસ્કાર વારસો અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. એમના પછીની પેઢી વડીલોની સાથે રહેતા હોય તો થોડે અંશે રસ લે છે. નવી પેઢીને ખાસ રસ નથી લાગતો.
ભદ્ર સમાજ - એલીટ વર્ગની વસતી ઘણી ઘટી ગઈ છે.
અહીં રહેતી નવી પેઢી અલ્પ સંખ્યામાં હોવાથી શાંતિથી સાચવીને રહે છે. એમના વંશજો આપણે દેશ બહાર છીએ. આપણે આપણી સંસ્કૃતિથી અલિપ્ત છીએ.
જેમના પૂર્વજો ઇન્ડિયામાં હતા તેવા અસંખ્ય લોકો દુનિયાના અલગ અલગ દેશમાં રહે છે. હું આપ સૌને અપીલ કરું છું કે તમે તમારા મૂળ સાથે કનેક્ટ થાવ. નર્મદા પરિક્રમાનો અનુભવ લેવા જેવો છે. સાંસ્કૃતિક, આધ્યાત્મિક અનુભૂતિ સાથે સાહસિક સફરનો આનંદ મળશે.
અહીં અસહ્ય ગરમી રહેતી હોવાથી ખંડ પરિક્રમા કરવી સારી. જેટલા દિવસોની અનુકૂળતા હોય તે મુજબ પરિક્રમા કરવી. વહેલી સવાર થી બપોર થાય ત્યાં સુધી ચાલવું. ઠંડક આપતા કપડાં પહેરવા. લોકો સાથે રહો અને એમની સાથે ભોજન લો. આપણો ખોરાક બદલાઈ ગયો છે. શક્ય હોય તો લોકો સાથે રહી ને આપણા પૂર્વજો ખાતા તે ખોરાક ખાવ. જરૂર પડે તો આપણને અનુકૂળ શાકાહારી ખોરાકની વ્યવસ્થા કરી આપીશું.
સોમ નર્મદા ફાઉન્ડેશન તરફથી ખાસ સગવડ કરી આપવામાં આવશે. જરૂર લાગશે ત્યાં ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવશે. રહેવા માટે તમામ સગવડ વાળા નાના ટેમ્પરરી મકાનો બનાવવામાં આવશે.
ભારતમાં અલગ અલગ પ્રદેશના એમના આગવા ઉત્સવો, પરંપરા હોય છે. દરેક પ્રદેશમાં અલગ અલગ પ્રકારની પરિક્રમા, પદયાત્રા થતી હોય છે. તમારા પૂર્વજો જે પ્રદેશના હતા ત્યાં જઈ લોકો સાથે રહો, આવી સાંસ્કૃતિક યાત્રા કરો. આપણે બહારથી આવીને ઇન્વોલ્વ થઈશું તો અહીંની નવી પેઢી પણ ઇન્વોલ્વ થશે. ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મ માટે આપણું પ્રદાન ઘણું મહત્ત્વનું રહેશે.
જે લોકો ભારતીય સંસ્કૃતિની અસલ ઓળખ જાળવી રહ્યા છે એમની સાથે હળીમળીને પ્રોત્સાહન આપો. એમની ઉપર આપણા વિચારો ન થોપવા.
નેન્સી જ્યોર્જએ નર્મદા પરિક્રમા કરી વિશ્વના ભારતીય મૂળ ધરાવતા લોકોને અપીલ કરી તેની ધારી અસર થઈ. નર્મદા પરિક્રમા માટે ઘણા લોકોએ રસ બતાવ્યો. ભારતમાં પણ શહેરોમાં રહેતી નવી પેઢીને રસ પડ્યો. સોમ નર્મદા ફાઉન્ડેશન દ્વારા આગામી વર્ષોમાં નર્મદા પરિક્રમા માટે તમામ સગવડ પૂરી પાડવા ખાતરી અપાઈ. લોકોએ પોતાનાં પૂર્વજોના પ્રદેશમાં થતી યાત્રાઓ અને ઉત્સવોમાં ભાગ લેવા પણ રસ દાખવ્યો.
અમિત શ્રીવાસ્તવે નેન્સીને ઋષિકેશ આવવા આમંત્રણ આપ્યું. યુવા પેઢીને સનાતન ધર્મ વિષે સાચી સમજ આપવા કાર્યશીલ લોકો ૨૦૮૫ના કુંભમેળા પહેલાં કેટલીક શિબિર કરવા માંગતા હતા તેની ચર્ચામાં ભાગ લેવા નેન્સીને આમંત્રણ આપ્યું. દેશ વિદેશમાં નવી પેઢીને સનાતન ધર્મની સાચી સમજ આપવાના પ્રયાસમાં નેન્સી ઘણું અગત્યનું કામ કરી શકે.
ઋષિકેશ જતાં પહેલાં નેન્સી, વિવેક અને એકલવ્ય રેવા તટે ઊભા હતા.
'તમે વિશ્વ મીડિયાને કહ્યું હતું કે યુ વિલ સી મી ક્રિએટિંગ વન્ડર્સ. તમે સાચે જ સનાતન ધર્મ માટે અદ્ભુત કાર્ય કરી રહ્યા છો.'
'મને મારા પૂર્વજોના દેશ અને ધર્મ માટે કોઈ રીતે ઉપયોગી થવાનો આનંદ છે.'
'તમે અહીં અવારનવાર આવતા રહેજો.'
'ચોક્કસ.'

Comments
Post a Comment